મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વીસીથી જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરી


SHARE





મોરબી જિલ્લા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વીસીથી જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરી

મોરબી જિલ્લાના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ માટેના વાર્ષિક ઋણ આયોજન (Annual Credit Plan - ACP) નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને બેંકિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રોના લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

આ બેઠક દરમિયાન પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વહીવટી તંત્રએ સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓનું સચોટ અમલીકરણ કરીને જરૂરિયાતમંદ અને છેવાડાના નાગરિકો સુધી તમામ પ્રાથમિક સુવિધાઓ અને યોજનાકીય લાભો સમયસર પહોંચે તેને સર્વોચ્ચ અગ્રતા આપવાની રહેશે.હેઠળ સામાન્ય અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી સરળતાથી ધિરાણ પહોંચે તે માટે સકારાત્મક અભિગમ દાખવવો જોઈએ.

વર્તમાન ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ માટેના મુખ્ય ડેમોમાં પાણીની ઉપલબ્ધતા અને સંગ્રહની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જિલ્લામાં કોઈ પણ વિસ્તારમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે અગાઉથી સુદ્રઢ આયોજન કરવા તેમણે સૂચના આપી હતી. આ ઉપરાંત, જળ સંચય અભિયાન અન્વયે ‘સુજલામ્ સુફલામ્ યોજના’ હેઠળ જિલ્લામાં ચાલી રહેલા જળાશયોના ઊંડા ઉતારવાના અને નવીનીકરણના કામોની વિગતો મેળવીને આ કામગીરીને વધુ વેગવંતી બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જાહેર આરોગ્યના ક્ષેત્રે ખાસ સમીક્ષા કરતા પ્રભારી સચિવએ જણાવ્યું હતું કે, સગર્ભા માતાઓની સંભાળ, સંસ્થાકીય પ્રસુતિ અને બાળ સ્વાસ્થ્યના તમામ પાસાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર જેવા મહત્વપૂર્ણ સ્વાસથ્ય માપદંડોમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય અને મોરબી જિલ્લો આરોગ્ય ક્ષેત્રે વધુ સારું પ્રદર્શન કરે તે માટે સ્થાનિક સ્તરે સઘન આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ ગોઠવવા તાકીદ કરી હતી.

આ વર્ચ્યુઅલ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જિલ્લાના વિવિધ વિકાસકામો અને પ્રભાવી સચિવશ્રી દ્વારા અપાયેલા લક્ષ્યાંકોની સમયબદ્ધ પૂર્તિ માટે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા અને કટિબદ્ધતા દર્શાવી હતી. નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચરે આ બેઠકનું સંચાલન કરતા વિવિધ વિભાગોની જરૂરી વિગતોની છણાવટ કરી હતી. આ બેઠકમાં કમિશનર સંગીતા રૈયાણી, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 




Latest News