સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નંદીઘરમા તાત્કાલિક ઘાસચારો-પાણીની વ્યવસ્થા કરવા કોંગ્રેસનાં આગેવાનની માંગ


SHARE





મોરબીમાં નંદીઘરમા તાત્કાલિક ઘાસચારો-પાણીની વ્યવસ્થા કરવા કોંગ્રેસનાં આગેવાનની માંગ

મોરબી મહાપાલિકા દ્વારા ટ્રસ્ટને સોંપવા માટે આવેલ નંદીઘરમાં થોડા દિવસો પહેલા 9 નંદીઓના મોત નિપજ્યાં હતા જેથી કરીને નદીઘરમાં નંદી માટે તાત્કાલિક ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેના માટે કોંગ્રેસનાં આગેવાને રજૂઆત કરેલ છે. અને નંદીઘરના વહીવટમાં ભયંકર ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ હાલમાં અધિકારીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબીમાં આવેલ નંદીઘરમાં રસ્તે રજડતા નંદીઓને પકડીને રાખવામા આવે છે તેમાંથી થોડા દિવસો પહેલા 9 જેટલા નંદીઓના મોત નિપજ્યાં છે. અને મૃત નંદીઓના મૃતદેહનો તાત્કાલિક નિકાલ પણ કરવામાં આવતો નથી જેથી આ બાબતે તપાસ કરીને બેદરકારી રાખનારાઓની સામે પાગલ લેવામાં આવે તેવી માંગ કરેલ છે. અને નંદીઘર ખાતે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર હોતા નથી, જે સંસ્થાને નિભાવણીની જવાબદારી સોંપી છે તેમના દ્વારા જે લોકોને ત્યાં કામ માટે રાખવામા આવેલ છે તે કામ કરી શકે તેમ દેખાતું નથી. આજની તારીખે નંદીઘરમા 900 જેટલા નંદીને રાખવામાં આવ્યા છે અને તેમને પ્રતિદિન 15 કિલો ઘાસ નંદી દિઠ આપવાનું હોય છે જે હિસાબથી રોજનું 700 મણ જેટલું ઘાસ આપવાનું હોય પરંતુ હકીકત માં ત્યાં એટલો જથ્થો સંગ્રહ પણ અને આગમી દિવસોમાં ચોમાસું આવે ત્યારે શું પરિસ્થિતી થશે તે મોટો પ્રશ્ન છે. જેથી કરીને તાત્કાલિક નંદીઘરમા નંદીઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે અને મોરબી મહાપાલિકાના ચૂંટાયેલ નવા કોર્પોરેટરો જે રીતે નમો વનની મુલાકાત લઈને પ્રચાર કરે છે તેવી જ રીતે નંદીઘરની મુલાકાત કરીને ત્યાંથી વાસ્તવિકને પણ ઉજાગર કરે તેવી લાગણી વ્યક્ત કરી છે.




Latest News