હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

કાચું કપાયું કે શું ?: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિની ઝારખંડમાં માનવ તસ્કરી સહિતના ગુનામાં ધરપકડ


SHARE







કાચું કપાયું કે શું ?: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિની ઝારખંડમાં માનવ તસ્કરી સહિતના ગુનામાં ધરપકડ

મોરબીમાં માંડ માંડ ગેસ મળ્યો અને સિરામિક કારખાના શરૂ થયા ત્યાં નવી નવી ઉપાધિઓ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સામે આવીને ઊભી રહે છે હાલમાં ડીઝલના કારણે કારખાનેદારો હેરાન છે તેની સાથોસાથ જ્યારે કારખાના બંધ થયા હતા ત્યારે મોટાભાગના શ્રમિકો તેઓના વતનમાં ભાગી ગયા હતા જેથી શ્રમિકો મળતા ન હોવાથી પણ કેટલાક કારખાનેદારો હેરાન છે તેવામાં શ્રમિકોને લેવા માટે થઈને ઝારખંડ ગયેલા મોરબીના એક કારખાનેદાર સહિત કુલ બે વ્યક્તિઓની ત્યાં માનવ તસ્કરીના ગુનામાં ધરપકડ કરીને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે જેથી આ મુદ્દો હાલમાં સિરામિક ઉદ્યોગ માટે ચર્ચાનો વિષય બન્યો છે

મોરબીની આસપાસના વિસ્તારમાં પથરાયેલ સીરામીક ઉદ્યોગમાં રોજગારી મેળવવા માટે થઈને દેશના જુદા જુદા રાજ્યોમાંથી શ્રમિકો તેઓના પરિવાર સાથે મોરબી આવતા હોય છે અને સિરામિક કારખાનાઓમાં બનાવવામાં આવતા લેબર ક્વાર્ટરની અંદર રહીને ત્યાં મજૂરી કામ કરતા હોય છે જો કે, થોડા સમયથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે ગેસની કટોકટી ઊભી થઈ હતી અને જેથી કરીને મોરબીના સિરામિક કારખાનાઓ લગભગ બે મહિના જેટલા સમય સુધી બંધ રહ્યા હતા અને કારખાના બંધ રહેવાના કારણે મોટાભાગના શ્રમિકો પોતાના વતનમાં પરિવાર સાથે પાછા જતા રહ્યા હતા.

પરંતુ છેલ્લા 20 દિવસે મોરબીના સિરામિક કારખાનેદારોને નેચરલ ગેસ આપવામાં આવી રહ્યો છે જેથી કરીને ક્રમશઃ એક પછી એક કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે અને પ્રોડક્શન ચાલુ કરવામાં આવી રહ્યું છે જોકે, કારખાનામાં કામગીરી કરવા માટે શ્રમિકોની જરૂરિયાત છે પરંતુ શ્રમિકો કેટલાક કારખાનેદારોને મળતા નથી જેથી કારખાના કેમ ચલાવવા તે પ્રશ્ન ઊભો થયો છે તેવામાં મોરબી વિસ્તારમાં આવેલ એક સીરામીક કારખાનાના માલિક તથા અન્ય એક વ્યક્તિ તેઓના શ્રમિકોને લેવા માટે થઈને મોરબીથી ઝારખંડ ગયા હતા અને ત્યાં ઝારખંડની હોટલમાં રોકાયા હતા અને જે શ્રમિકોને ત્યાંથી મોરબી લઈને આવવાના હતા તે લોકોને પણ ત્યાં હોટલની અંદર રાખવામાં આવ્યા હતા.

દરમ્યાન ત્યાંની સ્થાનિક પોલીસને ગુમરાહ કરવામાં આવી કે પછી ખોટી માહિતી મળી હોવાથી સ્થાનિક પોલીસે હોટલમાં રેડ કરી હતી અને હોટલમાં 36 શ્રમિકો અને બાળ શ્રમિકો આમ કુલ મળીને 42 વ્યક્તિઓને હોટલમાં બંધક બનાવીને માનવ તસ્કરી કરીને ઝારખંડથી તેઓને ગુજરાતના મોરબી ખાતે મજૂરી કામ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે તે અંગેનો સ્થાનિક પોલીસ સ્ટેશન્મા માનવ તસ્કરી સાહિતની કલમ હેઠળ મોરબીના નિકુંજ બોરસાણીયા અને નિલેશ કડીવાર નામના બે વ્યક્તિ સામે ગુનો નોંધીને તે બંનેને ત્યાંની કોર્ટર્મા રજૂ કરીને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે.

હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝારખંડના જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ દ્વારા માનવ તસ્કરીની જે બે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે તે બે પૈકી એક તો મોરબીનો સિરામિક ઉદ્યોગપતિ છે અને અને તેની સામે માનવ તસ્કરીનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવેલ છે જેથી આ મુદો હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે ઉલેખનીય છે કે, જે શ્રમિકો મોરબીના સિરામિક યુનિટમાં કામ કરતા હોય તેઓને પોતાના વતનમાંથી અહીંયા પરત આવવા માટે ઘણી વખત કારખાનેદારો દ્વારા વાહન સહિતની સગવડતાઓ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ ઝારખંડમાં બનેલી ઘટનામાં ક્યાંકને ક્યાંક કાચું કપાયું હોવાનું ચર્ચા મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં ચાલી રહી છે

મોરબીના સિરામિક ઉદ્યોગકાર સહિતના જે બે વ્યક્તિઓને હાલમાં માનવ તસ્કરીના ગુનામાં પકડવામાં આવેલ છે તેઓ શ્રમિકોને પોતાના કારખાને લઈને આવતા હતા અને શ્રમિકોના પરિવારમાં તેઓની સાથે તેના બાળકો હતા જો કે, તે હક્કિતને માનવ તસ્કરીમાં પલટાવી દેવામાં આવી છે જેથી ઝારખંડની જેલમાં ધકેલી દેવામાં આવેલ મોરબીના ઉદ્યોગકાર સહિતના બંને વ્યક્તિઓને ત્યાંથી બહાર કેવી રીતે કાઢવા માટેના માટેની રાજકીય આગેવાનો તેમજ ઉદ્યોગકારો સહિતના કાવયત કરી રહ્યા છે






Latest News