સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન


SHARE





વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન

વાંકાનેર ખાતે 1250થી વધુ અશકત અંધ અપંગ ગૌમાતાની સેવાકીય પ્રવૃતિ કરતી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટની રાજાવડલા રોડ પર આવેલ (ગોપાલ વાડી) ખાતે કે જયાં ગૌ માતાઓનું પણ આશ્રય સ્થાન આવેલ છે ત્યાં ગઈકાલે બપોરના અરસામાં વિશાળ ગોડાઉનમાં ગૌ માતાઓ માટે રાખેલ સુકા ઘાસચારાના જંગી જથ્થામાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠતા આ આગએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી જવા પામી હતી.

 આ ઘટનાની જાણ થતા જ ટ્રસ્ટી મહેશભાઈ રાજવીર, પાલીકા પૂર્વ ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, અમીતભાઈ સેજપાલ, રાજભાઈ સોમાણી, જતીનભાઈ ભીંડોરા સહીત સંખ્યાબંધ ગૌભકતોએ તાત્કાલીક ગોપાલવાડી ખાતે ઘટના સ્થળે ધસી આવ્યા હતા. આ ઉપરાંત ફાયર ટીમને પણ જાણ કરાતાની સાથે જ તે સમયસર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ચાર કલાકની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવેલ હતો.

સંસ્થાના પ્રમુખ મુન્નાભાઈ બુધ્ધદેવ સહીતના ટ્રસ્ટીઓની ટેલીફોન મુલાકાતમાં આ ટ્રસ્ટના ગોડાઉનમાં પંદરથી પણ વધુ ગાડી સુકો ઘાસચારો રાખવામાં આવેલ હતો જે આગામી ચોમાસા દરમ્યાન ગૌમાતાઓને અપાતો હોય છે. જેની અંદાજીત કિંમત 17થી 20 લાખ જેટલી થતી હોય છે. હાલ પવિત્ર પુરૂષોતમ માસ ચાલી રહેલ છે ત્યારે આ દુર્ઘટના બની છતા કોઈપણ જાનહાની થવા પામી ન હતી. અસંખ્ય ગૌમાતાઓના આબાદ બચાવથી ગૌ સેવકો તથા ગૌ ભકતોએ રાહતનો દમ લીધેલ હતો. અંતમાં અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીએ ચોમાસાની ઋતુ નજીક આવતી હોવાથી ચોમાસા દરમ્યાન ગૌમાતાને અપાતો સુકા ઘાસચારો ફરી એકત્રીત કરવા માટેની ચીંતા વ્યકત કરી હતી. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ પાલીકા સદસ્યો સાથે ટેલીફોનીક વાતચીતથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો




Latest News