ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી


SHARE











મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના ઘૂટું ગામે પંચવટી સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલાએ અગાઉ ગોળાનું ઓપરેશન કરાવ્યું હતું અને તેને દુખાવો થતો હતો દરમિયાન તેની પુત્રવધુએ વાસણ માંજવા જવા માટે તેને કહ્યું હતું જો કે, વૃદ્ધે વાસણ માંજવાની ના પાડતા તે બાબતે તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને વૃદ્ધને તેની પુત્રવધૂએ હાથમાં મારમારીને ફ્રેક્ચર કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત સાસુએ સારવાર લીધા બાદ તેની પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ઘૂટું ગામે પંચવટી સોસાયટીમાં રહેતા ગૌરીબેન અમૃતલાલ સોરીયા (67)એ હાલમાં તેની પુત્રવધુ ભાવનાબેન પ્રશાંતભાઈ સોરિયા રહે. પંચવટી સોસાયટી ઘૂટું વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ પાંચેક વર્ષ પહેલાં કમરના ભાગે ગોળાનું ઓપરેશન કરાવ્યું હતું જેનો દુખાવો રહેતો હતો અને તેઓની પુત્રવધુએ તેઓને તા. 10/5 ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં વાસણ માંજવા માટે કહ્યું હતું જોકે ફરિયાદીને દુખાવો વધુ થતો હોવાથી તેઓએ વાસણ માંજવાની ના પાડી હતી જે તેઓની પુત્રવધુને સારું નહીં લાગતા તેણે ફરિયાદીને ગાળો આપીને હાથ મરડી નાખ્યો હતો અને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ સાસુએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News