ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે


SHARE











વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક વખત ખાણ ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદેસર તથા ઓવરલોડ ખનીજ વાહનોમાં ભરીને લઈ જતા ચાર ડમ્પરોને કબજે કરવામાં આવ્યા છે હાલમાં 1.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

વાંકાનેર તાલુકામાં છેલ્લા મહિનાઓમાં જુદી જુદી ચારથી પાંચ જગ્યા ઉપર ખનીજ માફિયા ઉપર સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી ની ટીમ દ્વારા રેડ કરીને કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે દરમિયાન ગઈકાલે માળીયા પીપળીયા હાઇવે રોડ ઉપર રેન્જ આઈજી ની ટીમ ત્રાટકી હતી અને ત્યાંથી ગેરકાયદેસર ખનીજનું પરિવહન કરતાં 10 વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદેસર તથા ઓવરલોડ ખનીજ ભરીને તેનું પરિવહન કરતા ચાર ડમ્પરોને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં ડમ્પર નંબર જીજે 13 એએક્સ 0892, જીજે 27 ટીડી 2406, જીજે 3 બીવાય 4694 તથા જીજે 11 વીવી 9618 નો સમાવેશ થાય છે આમ કુલ મળીને 1.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને અંગેની ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.






Latest News