ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું !


SHARE











મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું !

મોરબીમાં જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મચ્છી પીઠ વિસ્તારમાં આજે મહાપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કેટલાક વેપારીઓ દ્વારા પોતાના ઘર પાસે કરવામાં આવેલા દબાણને દૂર કરવામાં આવ્યા હતા જોકે બાકી રહેલા તમામ દબાણ ઉપર જેસીબી ફેરવીને મહાપાલિકાની ટીમ દ્વારા દબાણોને દૂર કરવામા આવ્યા છે.

મોરબીમાં દર બુધવારે કોઈને કોઈ એક વિસ્તારની અંદર મહાપાલિકા દ્વારા રોડ રસ્તાની સાઈડમાં થયેલા દબાણ અને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેના ભાગરૂપે અગાઉ મોરબીના જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મચ્છી પીઠ વિસ્તારમાં દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાં ફરી પાછા દબાણો થઈ ગયા હોવાનું ધ્યાન ઉપર આવતા આજે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને રોડ સાઈડમાં કરવામાં આવેલા દબાણ અને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વધુમાં ડેપ્યુટી કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિસ્તારની અંદર જે દબાણ હતા તેને દૂર કરવા માટે બે દિવસ પહેલા સોમવારે નોટીસ આપવામાં આવી હતી જેથી કેટલાક વેપારીઓએ પોતે પોતાના દબાણો જાતે દૂર કરી નાખ્યા હતા અને જે બાકી રહેલા ઓટલા છાપરા સહિતના દબાણો હતા તેને આજે મહાપાલિકાની ટીમ દ્વારા જેસીબીની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.






Latest News