મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ મોરબીના આંદરણા ગામે 7.36 લાખના રોકડ-દાગીનાની ચોરીના ગુનામાં એમપીની ગેંગના બે સાગરીત 4.53 લાખના મુદામાલ સાથે પકડાયા: 3 ની શોધખોળ મોરબીમાં ઘરે સીડી ઉતરતા સમયે પાણીના ટાંકામાં પડી ગયેલ 7 વર્ષના બાળકનું મોત હળવદના ભલગામડા ગામે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા સહિત 2.50 લાખના મુદ્દામાલની ચોરી મોરબીમાં જુગારની જુદાજુદા સ્થળે બે રેડમાં 7 શખ્સ 35,300 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરીને પતિને પૂછનારી પત્નીને પટ્ટા વડે શરીરે અને માથામાં માર માર્યો હળવદના ચરાડવા ગામનો બનાવ: કોઇની સાથે ફોન ઉપર વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા મહિલાએ મોત મીઠું કર્યું
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

માળીયા (મી)ના નવી નવલખી ગામે રહેતા યુવાને પરણિત મહિલાને મેસેજ કર્યો હતો જેથી તે મહિલાના ભાઈ અને પતિએ યુવાનને સમાધાન કરવા માટે પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કોલસાના ડેલા નજીક બોલાવેલ હતો. ત્યાં યુવાન પોતાના બે ભાઈ સાથે ગયો હતો ત્યારે યુવાન અને તેના બંને ભાઈ ઉપર હુમલો કરવામાં આવેલ હતો. જેમાં ઇજા પામેલા યુવાનું મોત નીપજયું હતું જેથી હત્યાનો ગુનો નોંધીને પોલીસે બે આરોપીને પકડીને બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા જેથી કોર્ટે બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સોશ્યલ મીડિયાના યુગમાં ફોન અને મેસેજ કરવાના લીધે ઘણી વખત માથાકૂટ, મારા મારી અને હત્યા જેવી ઘટનાઓ બને છે આવો જ એક બનાવ તાજેતરમાં મોરબી તાલુકાનાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કોલસાના ડેલા નજીક બનેલ હતો. જેમાં નવી નવલખી ગામે રહેતા અબ્બાસ સોતા (29) નામના યુવાને આસિફ દલની બહેન સાથે મેસેજ ફોનમાં વાતચીત થઈ હતી જે બાબતે સમાધાન કરવા માટે તેને બોલાવવામાં આવેલ હતો જેથી અબ્બાસ તેના બે ભાઈ સાથે કોલસાના ડેલા નજીક ગયો હતો ત્યારે તેના ઉપર છરી જેવા હથિયાર વડે આસિફ ઇલ્યાસભાઇ દલે હુમલો કર્યો હતો અને હુસેન સાઈચાએ પાઇપ વડે અબ્બાસના બે ભાઈને માર માર્યો હતો જે બનવામાં ઇજા પામેલા અબ્બાસ સોતા નું ટૂંકી સારવારમાં મોત નીપજયું હતું જેથી હત્યાનો બનાવ બનેલ હતો જે ગુનામાં પોલિસે બંને આરોપીને ઝડપી લીધેલ છે.

આ બનાવ સંદર્ભે મૃતક અબ્બાસ સોતાના ન્યુ નવલખી ખાતે રહેતા ભાઇ હસનભાઈ અબ્દુલભાઈ સોતા (30)ની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈને આસિફ ઇલ્યાસભાઇ દલ અને હુસેન ઈબ્રાહીમ સાઈચા રહે. બંને ન્યુ નવલખી વાળા સામે ગુનો નોધવામાં આવેલ હતો અને મૃતક અબ્બાસ સોતા (29)ને તેના કૌટુંબી બનેવી આસિફ દલની બહેન સાથે મેસેજ ફોનમાં વાતચીત કરવા બાબતે માથાકૂટ થઈ હતી જેનું સમાધાન કરવા માટે બોલાવેલ હતો અને ત્યાં બંને આરોપીએ અબ્બાસને ગાળો આપી હતી અને આસિફ દલ છરીનો ઘા ઝીકિ દીધો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું જયારે હુસેન સાઇચાએ લોખંડના પાઇપથી ફરિયાદી અને તેના બંને ભાઈને માર માર્યો હતો. હત્યાના આ ગુનામાં પોલીસે બંને આરોપીને પકડીને તેની પાસેથી હથિયાર કબ્જે કર્યું હતું અને બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. જેથી એલસીબીની ટીમે આરોપીના કપડાં તેમજ હત્યા કરીને નાસી જવા માટે ઉપયોગમાં લીધેલ બાઇક સહિતનો મુદામાલ કબ્જે કરવા કવાયત હાથ ધરી છે.






Latest News