મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી યાર્ડના વેપારી સાથે ૧૦.૨૮ લાખની છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબી યાર્ડના વેપારી સાથે ૧૦.૨૮ લાખની છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ 

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીને ત્યાંથી સ્વામિનારાયણ મંદિર રેશનિંગની વસ્તુ મોકલવાની છે તેવું કહીને બે શખ્સો દ્વારા બેસન અને તેલના ડબ્બાની ખરીદી કરવામાં આવી હતી અને તેનું ૧૦.૨૮ લાખ રૂપિયાનું બિલ ન ચૂકવીને વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશને ભોગ બનેલા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે. 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મારુતિ નગરમાં જીવંતિકામાં રહેતા અને મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં ખાવડીયા ટ્રેડિંગ કંપની નામની દુકાન ધરાવતા મહેશભાઈ છગનભાઈ ખાવડીયા જાતે પટેલ (ઉંમર ૪૨) એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બ્રિજેશભાઈ કાન્તીભાઈ પટેલ રહે. જુનાગઢ તેમજ જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયા રહે. રેસકોસ પાર્ક એરપોર્ટ રોડ રાજકોટ વાળાની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપીઓએ ગત તા. ૮/૩/૨૧ ના રોજ તેની દુકાનેથી સ્વામિનારાયણ મંદિરમાં વસ્તુ આપવાની છે તેવું કહીને બેસનના કટા અને તેમજ તેલના ડબ્બાની ખરીદી કરી હતી અને તેના બિલના ૧૦.૨૮ લાખ રૂપિયા આપવાના થતા હતા જે રૂપિયા ન આપીને આરોપીઓએ દુકાનદારની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જેની વેપારીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પહેલા જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયા (૪૫) રહે. રેસકોસ પાર્ક એરપોર્ટ રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે બ્રિજેશભાઈ કાન્તીભાઈ પડલિયા જાતે વાણંદ (૩૯) રહે. ૧૫૦ ફૂટ રિંગ રોડ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે.






Latest News