મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા પાસે ટ્રેક્ટરને તારવવા જતાં ટ્રેઇલર ચાલકે બ્રેક મારતા પાછળ ટ્રક ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં ત્રણને ઇજા


SHARE







મોરબીના સનાળા પાસે ટ્રેક્ટરને તારવવા જતાં ટ્રેઇલર ચાલકે બ્રેક મારતા પાછળ ટ્રક ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ પાસે બનાવવામાં આવેલ સીએનજી પંપ નજીક આજે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટરને ટ્રક ચાલકે અડફેટે લીધૂ હતું અને ત્યાર બાદ અકસ્માત સર્જાયેલા ટ્રકની પાછળના ભાગમાં બીજો ટ્રક અથડાયો હતો જેથી કરીને આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ યુવાનોને ઈજાઓ થઈ હતી અને ઈજાગ્રસ્ત યુવાનોને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્રીપલ અકસ્માતના આ બનાવવાની સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ટ્રેક્ટર લઈને રાજેશભાઈ ગોવિંદભાઈ ટુઢીયા (ઉમર ૩૭) રહે. પંચાસર વાળા વહેલી સવારે છ વાગ્યે ટ્રેક્ટર લઈને પસાર થતા હતા ત્યારે સામેથી આવી રહેલ ટ્રકના ચાલકે તેનો ટ્રક ટ્રેક્ટરને અથડાવ્યો હતો અને ત્યાર બાદ અકસ્માત સર્જાતા ટ્રકની પાછળના ભાગમાં બીજો ટ્રક અથડાયો હતો જેથી ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વધુ બે વ્યક્તિઓ આરીફ જુમાભાઈ દલ (ઉંમર ૩૮) રહે. વેરાવળ તેમજ મણિલાલ લાલદેવ યાદવ (ઉંમર ૩૩) રહે. બિહાર વાળાને ઈજા થઈ હતી જેથી કરીને ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News