મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી લો કોલેજ ચાલુ કરવા પી.ડી.માનસેતાએ મંત્રીને કરી રજૂઆત


SHARE







 

મોરબી જીલ્લામાં સરકારી લો કોલેજ ચાલુ કરવા પી.ડી.માનસેતાએ મંત્રીને કરી રજૂઆત

મોરબી જીલ્લામાં હાલમાં બે પ્રાઇવેટ લો કોલેજ કાર્યરત છે જો કે, સરકારી લો કોલેજ નથી જેથી મોરબીના રઘુવંશી એજ્યુકેશન સોશિઅલ ગ્રૂપ પ્રમુખ દ્વારા આ મુદે યોગ્ય કાર્યવાહી કરવા માટે રાજ્યના પંચાયત વિભાગના મંત્રીની રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક સરકારી લો કોલેજ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબીના રઘુવંશી એજ્યુકેશન સોશિઅલ ગ્રૂપ પ્રમુખ પી.ડી. મનસેતાએ હાલમાં મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય અને ગ્રામ પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જીલ્લામાં સરકારી લો કોલેજ શરૂ કરવા માંગણી કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો બન્યો તેને આશરે આઠ વર્ષ થયા છે અને મોરબી જીલ્લામાં વકીલ બનવા માટે વકીલાતનો અભ્યાસ કરવો પડે છે અને આ જીલ્લામાં એલએલબીનો અભ્યાસ કરવા માટે હાલ ગર્વમેન્ટ-સરકારી લો કોલેજ નથી પરંતુ પ્રાઇવેટ બે લો કોલેજ કાર્યરત છે અને તેમા અભ્યાસ કરનાર વિધાર્થીઓએ લોના પુસ્તકોથી લઇને મોટી ફી ભરવી પડે છે.

મોરબી જીલ્લામાં મોરબી સીટી ઉપરાંત તાલુકાઓના તેમજ ગામડેથી આવવા જવા માટે મોટો ખર્ચ થાય છે. જે દરેક વિધાર્થીઓને તેમજ તેમના વાલીઓને પરવડે તેમ નથી જેથી નાના ગરીબ, મધ્યમ વર્ગના વિધાર્થીઓ માટે જીલ્લામાં સરકારી લો કોલેજ ચાલુ થાય તે જરૂરી છે અને મોરબી જીલ્લામાં નવું અઘતન કોર્ટ બીલ્ડીંગ શનાળા પાસે બનાવવાનું છે તે માટેની જગ્યા પણ નકકી થઇ ગયેલ છે તેમજ સરકારી મેડીકલ કોલેજનું પણ અઘનત બિલ્ડીંગ બનાવવાનું છે તેની સાથે નવી સરકારી લો કોલેજ પણ જીલ્લામાં કાર્યરત થાય તેવી તેઓએ માંગ કરી છે.

વધુમાં તેઓએ મંત્રીની જણાવ્યુ છે કે, ૧૯૭૯ માં હોનારત પહેલા હાલમાં જયા જી.જે. શેઠ કોમર્સ કોલેજ ચાલુ છે ત્યાં નજરબાગ ભડીયાદ રોડ પાસે એન.જી. મહેતા હાઈસ્કૂલમાં પ્રથમ સરકારી લો કોલેજ કાર્યરત હતી ત્યાર બાદ તે બંધ થઇ ગયેલ છે જેથી મોરબી અને ગામડાના યુવાનોને રાજકોટ એલ.એલ.બી.નો અભ્યાસ કરવો પડતો હતો  ત્યારે મોરબી જીલ્લાના વિદ્યાર્થીઓએ હેરાન ન થાય તે માટે અને ખોટા ખર્ચાઓ ન કરવા પડે તે હેતુથી સરકારી લો કોલેજને તાત્કાલિક શરૂ કરવાં આવે તે જરૂરી છે.






Latest News