મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ટીસીમાં તોડફોડ કરીને 1500 લિટર ઓઇલ ઢોળી નાખ્યું: 375 કિલો કોપર વાયરની ચોરી


SHARE













મોરબી નજીક કારખાનામાં ટીસીમાં તોડફોડ કરીને 1500 લિટર ઓઇલ ઢોળી નાખ્યું: 375 કિલો કોપર વાયરની ચોરી

મોરબીના નીચી માંડલ થી વાંકડા રોડ ઉપર આવેલ પર્લ પ્લાસ્ટિક નામના કારખાનાની કમ્પાઉન્ડ વોલ કૂદીને અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ત્યાં મૂકવામાં આવેલ ટીસીમાં તોડફોડ કરીને 1500 લિટર જેટલું ઓઇલ ઢોળી નાખ્યું હતું અને કારખાનામાંથી કુલ મળીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં ચોરી અને નુકસાનીની કારખાનેદાર દ્વારા અજાણ્યા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવામાં માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરેલ છે.

મોરબીના કન્યા છાત્રાલય ઉપર રોડ ઉપર આવેલ શ્રીકુંજ-2 સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રતિલાલ કૈલા (40) નામના કારખાનેદારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે થી વધુ શખ્સોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 8/4 ના રાત્રીના બારેક વાગ્યાથી લઈને બીજે દિવસે સવારના પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોરબી તાલુકાના નિચી માંડલથી વાંકડા રોડ ઉપર આવેલ પર્લ પ્લાસ્ટિક કારખાનાની કમ્પાઉન્ડ કૂદીને અજાણ્યા બેથી વધુ શખ્સો કારખાનામાં આવ્યા હતા અને અને ત્યારબાદ ત્યાં રાખવામાં આવેલ ટીસીમાંથી 1500 લીટર ઓઇલ ઢોળી નાખ્યું હતું અને બંધ સેડની બારીના સળિયા કાપીને અંદર પ્રવેશ કર્યા બાદ જુદી જુદી સાઈઝના કુલ મળીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી 1,87,500 ની કિંમતનો મુદ્દામાલની ચોરી કરેલ છે તથા તોડફોડ અને ઓઇલ ઢોળીને 3 લાખ રૂપિયાનું નુકસાન કરેલ છે જેથી કારખાનેદાર દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

મહિલા સારવારમાં

મોરબીના નજરબાગ રોડ પર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા હેતલબેન હિતેશભાઈ (27) નામના મહિલાને ઘરે માર માર્યો હતો જેથી ઈજા પામેલા હાલતમાં મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવની પ્રાથમિક તપાસ મોમજીભાઇ દ્વારા કરવામાં આવી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના કાંતિનગર વિસ્તારમાં રહેતા માનુબેન રહીમભાઈ રાજા (52) નામના મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News