મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાની હરિઓમ સોસાયટીમાં ઘરમાંથી દારૂની 384 બોટલ સાથે ઘરધણીની ધરપકડ: અન્ય એકની શોધખોળ


SHARE













ટંકારાની હરિઓમ સોસાયટીમાં ઘરમાંથી દારૂની 384 બોટલ સાથે ઘરધણીની ધરપકડ: અન્ય એકની શોધખોળ

ટંકારાની હરિઓમ સોસાયટીમાં મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 384 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને મોબાઈલ મળીને 62,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં ઘરધણીની ઘરપકડ કરેલ છે અને તેની પાસેથી અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય બંને શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારામાં આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ ભાડજાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની 384 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 57,600 ની કિંમતનો દારૂ તથા 5 હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 62,600 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ મગનભાઈ ભાડજા (50) રહે. હરિઓમ સોસાયટી ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં સમીરભાઈ રસુલભાઈ પીલુડિયા રહે. ટંકારા વાળાનું નામ સામે આવ્યું હોય બંને શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News