મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત


SHARE











વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત

વાંકાનેરના જીપરા જકાતના પાસે નેશનલ હાઈવે રોડ નજીક આવેલ જેનકો રીફેકટરી પ્રા.લિ. કંપનીમાં એકાઉન્ટ તરીકે કામ કરતા શખ્સે કંપનીના એકાઉન્ટમાંથી તેની માતા અને મસીના બેંક એકાઉન્ટમાં 56.59 લાખથી વધુની રકમ મેળવી હતી અને ત્યાર બાદથી તે એકાઉન્ટન્ટ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં કંપનીના મેનેજરે એકાઉન્ટન્ટ સાથે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાનાં કાલિકાનગર શેરી નં-1 રબારીવાસમાં સરકારી સ્કૂલની સામેના ભાગમાં રહેતા અને વાંકાનેર નજીક આવેલ જેનકો રીફેકટરી પ્રા. લિ. ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતાં હર્ષદભાઈ હેમંતરામ નિમાવત (33)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જેમ પરેશભાઈ શાહ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મીલ કોલોની બ્લોક નં. 87 વાંકાનેર તથા જુદાજુદા બેંકના એકાઉન્ટ ધારકો સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી જેમ જેનકો રીફેકટરી પ્રા.લિ.માં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હોય અને કંપનીના બેનિફિસરીમાં તેને પોતાના માસીના બેંક એકાઉન્ટ નંબર 3542142947 તથા માતાના બેંક એકાઉન્ટ નંબર 32105404985 ને એડ કરાવી દીધા હતા ત્યારબાદ સેન્ટ્રલ બેન્કમાં આવેલ માસીના એકાઉન્ટમાં 42,95,315 રૂપિયા અને એસબીઆઇ બેન્કમાં આવેલ માતાના એકાઉન્ટમાં 13,64,478 રૂપિયા આમ કુલ મળીને કંપનીના 56,59,793 રૂપિયા જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવીને આરોપીએ મેળવી લીધા છે અને કંપનીના માલિક સાથે વિશ્વાસઘાત કરે છે જેથી હાલમાં કંપનીના મેનેજરે નોંધાવેલ ફરિયાદી આધારે પોલીસે ગુનો નોંધીને ગુમા થઈ ગયેલા એકાઉન્ટન્ટ પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરેલ છે.






Latest News