મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ


SHARE













મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ

ચોમાસુ આવ્યું વૃક્ષનું જતન લાવ્યું, ચોમાસુ એટલે પર્યાવરણને નવપલ્લવીત કરવાનો અવસર.આવા અવસરે મોરબી મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર તેમજ વન વિભાગની સહાયથી દેશી વૃક્ષોના બીજ એકઠા કરીને રોપા ઉછેર દ્વારા પ્રકૃતિ પ્રેમીઓને પહોંચાડવાનો અથાક પ્રયાસ વર્ષોથી કરતું રહ્યું છે.આ વર્ષે પણ ટૂંક સમયમાં જ વરસાદનું  આગમન થવાનું છે.ત્યારે વિવિધ પ્રકારના બીજ એકઠા કરવાના અભિયાનમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર પર્યાવરણ પ્રેમીઓનો સહયોગ માંગી રહ્યા છે.

આપ લોકોએ માત્ર એટલું જ કરવાનું છે કે આપની આસપાસ જે કોઈ દેશી વૃક્ષો છે.તેના બીજ (ખરેલા કે વૃક્ષ પરથી ચૂંટીને) એકઠા કરીને પહોંચાડવાના છે.આપ સ્વયં આમ કરી શકો તો ઉત્તમ અને જો આપ આ કામ એકલા હાથે ન કરી શકો તો કોન્ટેક્ટ નંબર દ્વારા જાણ કરવામાં આવશે તો આપની પાસે આવીને રૂબરૂ લઈ જશે.આ પ્રવૃત્તિને જાજા હાથ રળીયામણા તે ન્યાયે સહકાર આપશો.તેવી અભ્યર્થના સાથે આપ સૌને આ દેશી બીજ દ્વારા પર્યાવરણ સંવર્ધનના અભિયાનમાં આમન્ત્રિત કરવામાં આવેલ છે.આ અભિયાન અંતર્ગત આપ વધુ માર્ગદર્શન કે અન્ય કોઈ સહાય ઈચ્છતા હોય તો એમ.જી.મારૂતિ (મો.૯૪૨૮૨ ૭૭૪૧૮) અથવા જીતુભાઇ ઠક્કર (મો.૯૨૨૮૫ ૮૪૭૪૩) નો કોન્ટેકટ કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News