મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે


SHARE







મોરબી જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે મોરબીના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે.જે અંતર્ગત તા.૪-૫ ને સોમવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.જમનાબેન મણીલાલ ચંદારાણા (હ.દીનેશભાઈ ચંદારાણા-ભુજ) પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે.

જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે.કેમ્પનો લાભ લેવા માટે નામ નોંધાવવાની જરૂર નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (મો.૯૮૨૫૦ ૮૨૪૬૮, હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (મો.૯૯૯૮૮ ૮૦૫૮૮), અનિલભાઈ સોમૈયા (મો.૮૫૧૧૦ ૬૦૦૬૬) નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૫૫ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૫,૪૯૪  લોકોએ લાભ લીધો હતો તેમજ ૭૧૦૩ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા






Latest News