મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં


SHARE







મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં

કંડલા બાયપાસ પાસે મારામારીમાં બેને ઈજા : બાઈક સ્લીપ થતા બે ઘવાયા


 મોરબી-રાજકોટ હાઈવે ઉપર ટોયોટાના શોરૂમ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધુ હતું. આ બનાવમાં રાહુલ ગોપાલભાઈ ચુડાસમા (31) રહે. નાનીવાવડી તા.મોરબી અને મયુર દિલીપભાઈ મિયાત્રા (27) રહે. નાની વાવડીને ઈજાઓ થયેલ હોય બંનેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના પાડાપુલ ઉપર કાર ચાલકે હડફેટે લેતા નમ્ર નવિનભાઈ દાયાણી (ઉ.19) રહે. વૃંદાવન પાર્ક સામાકાંઠેને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો. જયારે નાગડાવાસ ગામનો મનોજ ગોવિંદભાઈ ઉપસરીયા નામનો 32 વર્ષનો યુવાન બાઈક લઈને રામપર ગામ પાસેથી જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

યુવતી સારવારમાં
 હળવદ તાલુકાના ગોપાલનગર (ચરાડવા)ની જાન્વીબેન દિલીપભાઈ સોનગ્રા (17) નામની યુવતી કોઈ કારણોસર દવા પી જતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી. તેમજ ટીકર રોડ ઉપર જતા વખતે વાહનને ખાડો નડતા ઈજા પામેલા જયોત્સનાબેન રમેશભાઈ કોળી (45) રહે. લાંબી દેરી ભવાનીનગરને ઈજા થતા અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા
 મોરબી-કંડલા બાયપાસ ખાતે રહેતા ઈરફાન ઈસ્માઈલભાઈ શેખ (ઉ.25) અને મુશ્કાનબેન ઈરફાનભાઈ શેખ (22)ને મારામારીમાં ઈજા થતા સારવારમાં સિવિલે ખસેડાયા હતા. માળીયા (મીં)માં રહેતા ગુલામહુશેન યુનુસભાઈ જેડા (29)ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
 માળીયા (મીં)ના હુરબાઈ ફારૂકભાઈ જેડા (25) તેમના ઘરે જાતે હાથમાં છરી મારી દેતા તેમજ વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઈ લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

વૃધ્ધનું મોત
 સામાકાંઠે સો ઓરડી પાછળ માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા અમરશીભાઈ લવજીભાઈ નામના 65 વર્ષના વૃધ્ધને છાતીમાં અસહ્ય દુખાવો થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જયાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજયુ હતું. જયારે લાલપર ગામ પાસે સોકો સીરામીક પાસે બાઈક સ્લીપ થતા ત્યાં જ રહેતા ગૌતમ કાલેન્દ્રભાઈ બહેરા (26) અને તુફાન નરેન્દ્રભાઈ મુર્મુ (19)ને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News