મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત


SHARE













મોરબી જિલ્લાના પેન્શનરોહયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલા અને મોરબી જિલ્લાની જુદી જુદી જિલ્લા અથવા પેટા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરો માટે જિલ્લા તિજોરી કચેરી દ્વારા મહત્વની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ, દરેક પેન્શનરોએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મે થી જુલાઈ માસ દરમિયાન પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે.

હયાતીની ખરાઈ (૧) પોસ્ટ વિભાગ દ્વારા: ગુજરાત સરકારના નાણા વિભાગ અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલા એમ.ઓ.યુ. (MoU) મુજબ, પોસ્ટ વિભાગના કર્મચારીઓ પેન્શનરોના ઘરે જઈ જીવન પ્રમાણપત્રએપ્લિકેશન મારફત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી આપશે. (૨) બેંક દ્વારા: પેન્શનરો પોતાની સંબંધિત બેંકમાં રૂબરૂ જઈને પણ હયાતીની ખરાઈ કરાવી શકશે. (૩) ઓનલાઈન માધ્યમ: પેન્શનરો પોતે પણ ‘Online JeevanPraman’ એપ દ્વારા હયાતીની ખરાઈ કરી શકશે. હયાતીની ખરાઈ માટેની આ તમામ સેવાઓ પેન્શનરો માટે તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવી છે. મોરબી જિલ્લાના તમામ પેન્શનરોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે સમયસર ઉપરોક્ત કોઈપણ એક માધ્યમથી હયાતીની ખરાઈ કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના પેન્શન પેમેન્ટ સર્ટિફિકેટ (PPC) સંબંધિત બેંકોમાં મોકલી આપવામાં આવ્યા છે, જે તે પેન્શનરોએ પોતાની બેંકમાંથી મેળવી લેવાના રહેશે તેમ જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News