મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે


SHARE









મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે

સરકારના મોટર વાહન ખાતાના આદેશાનુસાર, વાહન માલિકોને પસંદગીના નંબરો ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ, નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ સીરીઝના બાકી રહેલા નંબરો માટે ઓનલાઈન હરાજી (e-Auction) નું આયોજન કરવામાં આવ્યું છે. ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સીરીઝના ગોલ્ડન અને સિલ્વર કેટેગરીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકો આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

ટુ-વ્હીલર માટે GJ36BC, BA, AS, AQ, AN, AM, ફોર-વ્હીલર માટે GJ36BB, AR, AL, AP, AJ અને ટ્રાન્સપોર્ટ વાહનો: GJ36V, GJ36X સિરીઝના નંબર મેળવવા તા. ૦૫/૦૫/૨૦૨૬ થી તા. ૦૭/૦૫/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી અને પાયાની રકમ ભરી શકાશે. ઓનલાઈન બિડિંગ (હરાજી) નો સમય: તા. ૦૭/૦૫/૨૦૨૬ થી તા. ૦૯/૦૫/૨૦૨૬ સુધીનો રહેશે. ઇચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancy/ પોર્ટલ પર જઈ 'પબ્લિક યુઝર' તરીકે નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ લોગિન કરી CNA (Choice Number Application) ફોર્મ ભરી યુનિક નંબર જનરેટ કરવાનો રહેશે. નોંધનીય છે કે, CNA ફોર્મ વાહન ખરીદી અથવા વીમાની તારીખ (જે વહેલું હોય તે) થી ૭ દિવસની અંદર અને વાહનનો ટેક્સ ભર્યા બાદ જ ભરી શકાશે. હરાજીમાં સફળ થયેલા ઉમેદવારોએ બાકી રહેતી તફાવતની રકમ પાંચ દિવસમાં ઓનલાઈન ભરવાની રહેશે, અન્યથા તેમને ડિસ-ક્વોલિફાય કરવામાં આવશે. હરાજીમાં અસફળ રહેલા અરજદારોની રકમ ૫ થી ૭ દિવસમાં તેમના બેંક ખાતામાં ઓનલાઈન પરત જમા કરી દેવામાં આવશે. સફળ ઉમેદવારોએ પેમેન્ટની પહોંચ અને એલોટમેન્ટ પત્ર મેળવી આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે તેમ મોરબી પ્રાદેશિક પરિવહન અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News