મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે


SHARE













મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે

મોરબી વીસીપરા જેવા પછાત વિસ્તારમાં છેલ્લા 2001 થી કાર્યરત ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં પિતા વગરના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે તેઓ નિર્ણય લેવાયો છે.

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા વાલી મીટીંગ રાખવામાં આવી હતી આ મિટિંગની અંદર ખાનગી શાળા હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ફી (FRC) કરતા પણ ઓછી ફી એ આગામી વર્ષ 2026-27 માં બાળકોને શિક્ષણ આપવામાં આવશે, જે પરિવારની અંદર પિતા હયાત નથી તેના તમામ બાળકોને ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવશે, શાળા દ્વારા નવા રંગ રૂપ સાથે બાળકો માટે શાળા પટાંગણમાં નેચરલ ક્લાસ ઉભો કરવામાં આવશે, જે પરિવારમાં બે દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરતી હશે તેમાંથી એક દીકરીની 50% ફી માફી કરવામાં આવશે, આ સંસ્થા દ્વારા ગત વર્ષે આઠ પિતા વગરના વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપેલ તેમજ બે કન્યાઓની 50% ફી મા રાહત આપવામાં આવેલ, તેમજ તમામ બાળકોને સ્કૂલબેગ ફ્રી માં આપવામાં આવી હતી. આગામી જૂન માસમાંથી શરૂ થઈ રહેલા 2026-27 ના સત્રમાં પણ વાલીઓ અને બાળકોને શિક્ષણ ક્ષેત્રે સારી વ્યવસ્થા ઉભી કરવા માટે ટ્રસ્ટે વાલી મીટીંગ રાખી હતી અને ટ્રસ્ટ પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમારની આગેવાની હેઠળ શાળા ના વહીવટદાર અને ટ્રસ્ટ ના મંત્રી કે.આર. ચાવડા દ્વારા આગામી વર્ષ માટે શાળામાં થઈ રહેલ નવા ફેરફારોની માહિતી આપી હતી.






Latest News