મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા


SHARE







મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જુદાજુદા વિસ્તારમાં આવેલ ચાર પીવાનું પાણી સપ્લાઈ કરતાં પ્લાન્ટમાં જઈને ત્યાંથી નમુના લેવામાં આવ્યા હતા અને તે પૈકીનાં બે પાણીના પ્લાન્ટના નમુનાનું પરિણામ અસંતોષકારક આવ્યું હતું જેથી તે બંને પાણીના પ્લાન્ટની પેઢીઓને હાલમાં નોટીસ આપવામાં આવેલ છે. અને બંને પ્લાન્ટને બંધ કરાવવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સત્યમ વોટર, રાજા મિનરલ વોટર, દેવ વોટર સપ્લાય અને સુપર ડીલક્ષ વોટરના પ્લાન્ટમાંથી નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી નવલખી રોડ પર આવેલા દેવ વોટર સપ્લાય તેમજ સુપર ડીલક્ષ વોટરમાં પાણીના નમુનાનું પરિણામ અસંતોષકારક આવતા બંને પાણીના પ્લાન્ટની પેઢીઓને નોટીસ આપવામાં આવેલ છે. અને જ્યાં સુધી પાણીના શુદ્ધિકરણનું પરિણામ સંતોષકારક ન આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા માટેની સુચના મનપાની ફૂડ શાખા દ્વારા આપવામાં આવી છે આ સાથે મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા તમામ પાણીના પ્લાન્ટના વેપારીઓને તાકીદ કરવામાં આવી છે કે, પાણીનું શુદ્ધિકરણ અને પાણીની ગુણવત્તા જળવાય રહે અન્યથા મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.






Latest News