મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ


SHARE







મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર દીકરીનું અપરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવરજન દ્વારા નામ જોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તેને જુદી જુદી દિશામાં ચક્રોગતિમાન કર્યા છે

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું ધૂળકોટ ગામે રહેતા મોહિત મહેશભાઈ નામના શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે તેવી હાલમાં સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શન દ્વારા કરવામાં આવી રહી છે

સિંદુર પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી સંધ્યાબેન બિંદુરામ સુરેન (19) નામની મહિલાએ કોઈ કારણોસર સિંદુર પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના નાગડાવાસ ગામે રહેતા નંદાભાઈ શંકરભાઈ તોમર (26) નામના યુવાનને અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને  બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News