વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી


SHARE







મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી

મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં પાંચ પૈકી ચાર તાલુકા પંચાયતો ભાજપે કબજે કરી છે જ્યારે વાંકાનેર તાલુકા પંચાયત જે ભાજપ પાસે હતી તેને ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લઈને ભાજપના કમળને મસળીને પંજાની પકડ મજબૂત કરી છે 

મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી પૂર્ણ થઈ ગયેલ છે અને તેના ફાઇનલ પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 11 બેઠક ઉપર ભાજપ, 2 બેઠક ઉપર કોંગ્રેસ, 1 બેઠક ઉપર આપ અને 2 બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે જ્યારે ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 11 બેઠક ઉપર ભાજપ અને 5 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે મોરબી તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 11 બેઠક ઉપર ભાજપ, 3 બેઠક ઉપર કોંગ્રેસ અને 1 બેઠક ઉપર આપનો વિજય થયો છે વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 15 બેઠકો ઉપર કોંગ્રેસ, 8 બેઠક ઉપર ભાજપ અને 1 બેઠક ઉપર અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે જયારે હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 15 બેઠકો ઉપર ભાજપ, 4 બેઠકો ઉપર આપ અને 1 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયેલ છે આમ મોરબી જિલ્લામાં આવતી પાંચ તાલુકા પંચાયત પૈકી 4 તાલુકા પંચાયત મોરબી, માળિયા હળવદ અને ટંકારામાં ભાજપનું કમળ ખીલ્યું છે જ્યારે વાંકાનેર તાલુકા પંચાયત કે જે ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી હતી તેને આ ચૂંટણીમાં કોંગ્રેસે પાછી ભાજપ પાસેથી આંચકી લઈને પંજાની પકડ મજબૂત કરેલ છે.




Latest News