મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે


SHARE











મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે !

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 જેટલી બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે.પરંતુ જિલ્લા પંચાયતમાં મેજર અપસેટ જોવા મળે તેવી શક્યતા છે.કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ પદની સીટ આદિવાસી અનામતની સીટ છે. અને અનામત સીટ ઉપર ભાજપ તરફથી જે ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા તેનો પરાજય થયો છે અને કોંગ્રેસમાંથી નેકનામ બેઠક ઉપર ચૂંટણી લડતા મહિલાનો વિજય થયો હોય ભાજપની જિલ્લા પંચાયતમાં બહુમતી હોવા છતાં પણ પ્રમુખ કોંગ્રેસના બેસશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં મતદારો દ્વારા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું હતું અને આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત ભાજપ ગુમાવશે તેવી ચર્ચાઓ ચાલતી હતી પરંતુ આજે સવારે 9 વાગ્યાથી જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે એક પછી એક જિલ્લા પંચાયતની બેઠકોની ગણતરી પૂર્ણ થતી જતી હતી તેમ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવતા હતા જો કે, જિલ્લા પંચાયતની બગથળા બેઠક કે જ્યાં સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવિયાના દિકરા યશવંતભાઈ (અનિલભાઇ) મગનભાઈ વડાવિયા ચૂંટણી લડી રહ્યા હતા.જેથી કરીને આ બેઠક ઉપર સહુ કોઇની નજર હતી. જોકે, મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની 6 બેઠકો પૈકી માત્ર એક બગથળાની બેઠક ઉપર ભાજપની હાર થયેલ છે અને ત્યાં કોંગ્રેસના સતિષભાઈ મેરજાનો વિજય થયો છે. જોકે, બાકીની પાંચે પાંચ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.

જ્યારે માળિયા અને ટંકારા તાલુકાની ત્રણ-ત્રણ બેઠકો છે.તેમાંથી માળિયાની ત્રણેય બેઠક ઉપર ભાજપ તથા ટંકારાની ત્રણ પૈકી બે બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.જોકે ટંકારા તાલુકાની નેકનામ બેઠક આદિવાસી અનામતની બેઠક હોય તે બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસની  સિદ્ધિ ટક્કર હતી અને આ બેઠક ઉપરથી જે વિજેતા બને તે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે તે નિશ્ચિત હતું.તેવામાં આ ચૂંટણીની અંદર મેજર અપસેટ જોવા મળ્યો છે અને નેકનામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે. જેથી હવે જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે બેસશે તે નક્કી છે.

વાંકાનેર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની સાત બેઠકો પૈકી કોઠી અને ઢુવા બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.જોકે બાકીની પાંચેય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે અને હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચે પાંચ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.આમ 24 બેઠક પૈકી 17 બેઠક ઉપર ભાજપ અને 7 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે.છતા પ્રમુખ પદે નેકનામ બેઠકના કોંગ્રેસના વિજેતા બનેલા ગીતાબેન રમેશભાઈ દુબરીયા (કોંગ્રેસ) પ્રમુખ બનશે તેવો ઘાટ સર્જાયો છે.

મોરબી જિલ્લા પંચાયતના વિજેતાઓના નામ..

આમરણ

રીંકલ વિરલભાઇ અઘેરા (ભાજપ)

બગથળા

સતિષભાઈ ભાણજીભાઈ મેરજા (કોંગ્રેસ)

ચંદ્રપુર

ઈસ્માઈલભાઈ ફતેભાઈ શેરસીયા (કોંગ્રેસ)

ચરાડવા

માકાસણા માવજીભાઈ કચરાભાઈ (ભાજપ)

ઢુવા

સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા (ભાજપ)

ઘનશ્યામપુર

ભગવતીબેન ગીરીશભાઈ લકુમ (ભાજપ)

ઘૂટું

રંજનબેન ગૌતમભાઈ હડીયલ (ભાજપ)

જાંબુડીયા

જયાબેન જીતેન્દ્રભાઈ ગોહેલ (ભાજપ)

જેતપર

અશ્વિનભાઈ ચંદુભાઈ ડાંગર (ભાજપ)

ખાખરેચી

સંદીપ ગોરધનભાઈ કુંવરિયા (ભાજપ)

ખાનપર

વિપુલભાઈ કરસનભાઈ ગરચર (ભાજપ),

કોઠી

સવિતાબેન લાલજીભાઈ રાઠોડ (ભાજપ)

લજાઈ

રમણીકભાઈ અરજણભાઈ મકવાણા (ભાજપ)

લુણસર

પાંચાભાઇ વશરામભાઈ ધરજીયા (કોંગ્રેસ)

મહીકા

યશવંતબા કીર્તિરાજસિંહ વાળા (કોંગ્રેસ)

માથક

કાજલબેન ભરતભાઈ (ભાજપ)

મોટા દહીંસરા

મનીષકુમાર અનિલભાઈ કાંજિયા (ભાજપ)

નેકનામ

ગીતાબેન રમેશભાઈ દુબરીયા (કોંગ્રેસ)

ઓટાળા

જાગૃતીબેન દિનેશભાઈ વાઘરીયા (ભાજપ)

પંચાસીયા

કુલસુમબેન અકબરભાઈ બાદી (કોંગ્રેસ)

સાપકડા

દક્ષાબેન ભરતભાઈ ગણેશિયા (ભાજપ)

સરવડ

દક્ષાબેન ચંદુભાઈ લાવડીયા (ભાજપ)

ટીકર

ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડિયા (ભાજપ) 

તીથવા

મહેબૂબભાઈ આહમદભાઈ કડીવાર (કોંગ્રેસ)






Latest News