મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ફિનાઇલ સાથે કંઇક પી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીના રવાપર ગામે ફિનાઇલ સાથે કંઇક પી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા

મોરબીના રવાપર ગામે લીલાપર રોડ ઉપર આવેલ એન્ટીલા હાઈટ ખાતે રહેતા જ્યોતિબેન નંદલાલભાઈ ભાલોડીયા નામના ૫૯ વર્ષના આધેડ મહિલા કોઈ કારણોસર ફીનાઇલ તથા કોઇ અન્ય પદાર્થ પી ગયા હતા.જેથી કરીને તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસસુત્રોએ જણાવેલ છે.બનાવની જાણ થતા સ્ટાફના બી.બી.ડાભી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામે વાડીએ કામ દરમિયાન વિંછી કરડી જતા પુષ્પાબેન કનુભાઈ પીઠવા નામની ૧૮ વર્ષીય યુવતીને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.

એસએમસીની ટીમને નાસ્તો ફરતો પકડ્યો

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વર્ષ ૨૦૨૪ માં નોંધાયેલ ગુનામાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ફરાર આરોપી પ્રવીણ તિલસિડગ ગુપ્તા (૪૯) રહે.પ્લોટ નંબર-૨૬ નીલકંઠ હોમ્સ કંડલા એરપોર્ટ પાસે વર્ષામેડી અંજાર કચ્છને પકડી પાડવામાં આવ્યો હતો.તે ઘણા સમયથી નાસ્તો ફરતો હતો.

માર મારતા ઈજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સેનેટરીના કારખાના લેબર ક્વાટરમાં રહેતા અરવિંદભાઈ નરભેરામભાઈ રામાવત નામના ૪૫ વર્ષના યપવાનને અન્ય માણસે લેબર કવાટર પાસે માર માર્યો હતો.જેથી ઈજાગ્રસ્ત અરવિંદભાઈને શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અરવિંદભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. બનાવને પગલે તાલુકા પોલીસના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

લાલપર અકસ્માત

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સંતકૃપા હોટલની સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં દાનાભાઈ મગનભાઈ (૫૬) રહે.ખોડીયારનગર બોટાદ ને ઇજાએ થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના લજાઇ ગામે રહેતા પરિવારની પૂનમ ધારાભાઈ ડાભી નામની સાત વર્ષની બાળકીને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવી હતી.તેમ પોલીસે જણાવેલ છે.




Latest News