મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન પાસે લિફ્ટ માંગીને રોકડા 15,000 તથા બાઈકની લૂંટ, જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ


SHARE













મોરબીમાં યુવાન પાસે લિફ્ટ માંગીને રોકડા 15,000 તથા બાઈકની લૂંટ, જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ન્યુ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી યુવાનના બાઈકમાં તેના જુના ગ્રાહક સહિત કુલ બે વ્યક્તિઓએ લિફ્ટ માંગી હતી અને ત્યારબાદ મંગલભુવન ગરબી ચોક નજીક અંધારા વાળી શેરીમાં લઈ જઈને ત્યાં યુવાનને છરી બતાવી હતી અને ત્યાર બાદ યુવાનની પાસેથી રોકડા 15000 રૂપિયા તથા 50000 રૂપિયાની કિંમતમાં બાઈકની લૂંટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે બનાવ સંદર્ભે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં લુટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુના નગર પાસે ન્યુ શ્રદ્ધા પાર્કમાં રહેતા ભૂરારામ નરસીરામ ચૌધરી (32) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવાસીંગ ભરતસિંગ સરદારજી રહે. લાયન્સનગર મોરબી તથા કુલદીપસિંગ ઉર્ફે કાલી સરદારજી રહે. વીસીપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, આરોપી દેવાસીંગ ફરિયાદીનો જુનો ગ્રાહક હોય બંને આરોપીઓએ ફરિયાદીના બાઈક નંબર જીજે 3 કયું 3881 માં બજારમાં જવું છે તેવું કહીને લિફ્ટ માંગી હતી અને બાઈકમાં બેસી ગયા હતા ત્યારબાદ મોરબીમાં કબ્રસ્તાન પાસે મંગલભુવન ગરબી ચોક થી આગળ ની શેરીમાં બાઈકને લેવડાવ્યું હતું અને ત્યાં કુલદીપસિંગે ફરિયાદીને છરી બતાવી હતી અને તેની પાસેથી રોકડા 15,000 રૂપિયા તથા 50,000 રૂપિયાની કિંમતના બાઈકની લૂંટ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને બંને આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે લુટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News