મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે


SHARE













27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેસડા (સુ.) ગામે કરોતરા પરિવાર દ્વારા કુળદેવી આઈ શ્રી શેખ માતાજી તથા આઈ શ્રી કામઈ માતાજીના નૂતન મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 27 એપ્રિલ 2026, સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક પ્રસંગ સંવત 2082 વૈશાખ સુદ-11ના શુભ દિવસે વિવિધ વિધિ-વિધાન સાથે ઉજવાશે. કાર્યક્રમની શરૂઆત સવારે 7 કલાકે ગણપતિ પૂજનથી થશે, ત્યારબાદ સામૈયા, સ્થાપ્ય દેવ પૂજન, સ્થાપના વિધિ અને મૂર્તિ ન્યાસ જેવીવિધિ યોજાશે. સવારે 11:15 કલાકે માતાજીની સ્થાપના વિધિ પૂર્ણ થશે. બપોરે શાંતિ પૌષ્ટિક હોમ અને બીડુ હોમવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાત્રે 10 કલાકે માતાજીની બેઠક યોજાશે. ઉપરાંત સંતો અને ભુવાનોના સામૈયા પણ કાર્યક્રમને ભવ્યતા આપશે.આ પ્રસંગે બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. કરોતરા પરિવાર દ્વારા નેસડા (સુ.), ઘુનડા, લીલાપર, થોરીયાણી, બાંગા, મેઘપર ઝાલા સહિતના ગામોના ભક્તોને ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લેવા અને પ્રસંગને ભવ્ય બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.






Latest News