મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું


SHARE













મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે મોરબી જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આજે વહેલી સવારે મોરબી ખાતે સહપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી.અને જણાવ્યુ હતું કે મોરબી સહિત ગુજરાતના વિકાસને ધ્યાનમાં રાખીને મતદારો મતદાન કરશે અને વિકાસનું રીઝલ્ટ પણ ગુજરાત સરકાર આપશે.

મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી, સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. મતાધિકારનો ઉપયોગ કર્યા જણાવ્યુ હતું કે  બાદ મંત્રીએ પોતાની આંગળી પર લાગેલી અમિટ શાહીનું નિશાન ગર્વભેર દર્શાવી લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જણાવ્યું હતું કે, “મજબૂત અને પારદર્શક વહીવટ માટે મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે.” તેમણે મોરબીના તમામ નગરજનોને પણ ઘરની બહાર નીકળી, નિર્ભય બનીને લોકશાહીના પર્વમાં મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી.






Latest News