મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો


SHARE











વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો

વાંકાનેરના કુચીયાદળથી મેસરીયા ગામ ખાતે ગોલો ખાવા માટે કાર લઈને ચાર વ્યક્તિઓ આવ્યા હતા અને ગોલો ખાઈને તેઓ પરત જતા હતા ત્યારે કારનું આગળનું એક ટાયર ફાટ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને કાર રોડ સાઈડમાં લગાવેલ ડિવાઇડરના પતરામાં અથડાઈ હતી જે બનાવમાં કારમાં બેઠેલ 16 વર્ષની સગીરાને પગમાં ગંભીર ઇજા થતાં તેનો પગ કપાઈ ગયો હતો અને અન્ય એક વ્યક્તિને બંને પગમાં જાઓ થઈ હતી જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઈજા પામેલ સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટના બામણબોર નવાપરા ખાતે રહેતા રમેશભાઈ ઉર્ફે હકાભાઇ કડવાણી (47)એ સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 કેએચ 1696 ના ચાલક રાહુલભાઈ ધરજીયા રહે. ગારીડા વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓની ઇજા પામનાર દીકરી શ્રદ્ધાબેન ઉર્ફે શારદાબેન (16) તથા વિરાજભાઈ, સંજયભાઈ અને રાહુલભાઈ ધરજીયા સ્વિફ્ટ ગાડીમાં કુચિયાદળ ગામથી મેસરીયા ગામ ખાતે ગોલો ખાવા આવ્યા હતા અને ત્યાંથી ગોલો ખાઈને તેઓ પાછા જતાં હતા ત્યારે રાહુલભાઈ ધરજીયા ગાડી ચલાવતો હતો અને વાંકાનેર બાઉન્ડ્રી ભલગામ પાસે ગાડીનું ખાલી સાઇડનું આગળનું ટાયર ફાટતાં રાહુલભાઈએ ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને ગાડી રોડ સાઈડમાં લગાવેલ પતરાના ડિવાઈડર સાથે અથડાઈ હતી જે બનાવમાં ફરિયાદીની દીકરી શ્રદ્ધાબેન ઉર્ફે શારદાબેનને જમણા પગમાં ડિવાઇડરનું પતરું લાગતા પગ કપાઈ જતા ગંભીર ઈજા થઈ છે જ્યારે વિરાજભાઈને બંને પગમાં ઈજાઓ થયેલ છે માટે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેછે






Latest News