હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત


SHARE









મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ઓરપેટ કારખાના સામેથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેના બાઇકને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ તેઓનો જમણો હાથ કપાઈ ગયો હતો જેથી આધેડનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અનિલભાઈ પ્રાણજીવનભાઈ વાસદડીયા (50)એ હાલમાં કાર નંબર જીજે 36 એ આર 3204 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ઓરપેટ કારખાના સામેથી તેઓના મોટા ભાઈ કિરીટભાઈ પ્રાણજીવનભાઈ વાસડિયા (54) રહે બગથળા વાળા પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 5048 લઈને ટંકારા થી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે આરોપીએ તેની કારથી ફરિયાદીના ભાઈના બાઇકને ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી અને જમણો હાથ કપાઈ જતા ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News