મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ


SHARE











મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ હોલો સેનેટરી નામના કારખાનામાં સિક્યુરિટી કાર્ડ તરીકે ફરજ બજાવતો યુવાન પોતાની ફરજ ઉપર હતો ત્યારે ચાર શખ્સોએ કારખાનામાં દરવાજો કૂદીને અંદર આવ્યા હતા જેથી યુવાને તેઓને કારખાનાની અંદર જવાની ના પાડી હતી અને ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા ત્યારે ચાર પૈકીના એક પાસે લાપી ભરવાનું ધાર વાળું પતરું હતું જે યુવાનને પેટના ભાગે મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી તેમજ અન્ય ત્રણ શખ્સો દ્વારા ઢિકાપાટુનો માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ જામનગર જિલ્લાના વાગુદળ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ હોલો સેનેટરી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ રામભાઈ રામાવત (45) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માનવ કાથરાણી, નવાજ કટિયા શેરમામદ કટિયા અને ફેજાન મોવર રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તે હોલો સેનેટરી કારખાનામાં પોતાની ફરજ ઉપર હતો ત્યારે માનવ કાથરાણી કંપનીના ગેટ પાસે હાજર હતો અને બાકીના ત્રણ આરોપી બાઈક લઈને કંપનીના ગેટ પાસે આવ્યા હતા અને ગેટ બંધ હોય ગેટને કૂદીને તે શખ્સોએ કંપનીના ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ફરિયાદીએ પૂછ્યા વગર કંપનીની અંદર જવાની ના પાડી હતી જેથી ચારેય શખ્સો ઉસકેરાઈ ગયા હતા અને માનવ કાથરાણીએ પોતાના ખિસ્સામાંથી લાપી ભરવાનું ધાર વાળું પતરું કાઢીને ફરિયાદીને પેટના ભાગે ઘા મારીને જીવલેણ ઇજા કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News