હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ


SHARE









મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ
 
મોરબીના શનાળા રોડે આવેલ લેન્ડમાર્ક આર્કેડ શોપિંગ સેન્ટરના બીજા માળે શ્રીકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ ચાર વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી પોલીસે 7,500 ની રોકડ તથા 3 લાખની કિંમતના 5 મોબાઇલ ફોન આમ કુલ મળીને 3,0,7,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમવા માટે આઈડી આપનારનું નામ સામે આવ્યું હોય કુલ 5 શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સનાળા રોડ ઉપર આવેલ લેન્ડમાર્ક આર્કેડ શોપિંગમાં બીજા માળે શ્રીકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસની ધરાવતા ઉત્તમભાઈ રમેશભાઈ કાવર બહારથી માણસોને બોલાવીને ક્રિકેટ સટાનો જુગાર રમવા માટે સાધનો પૂરા પાડતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઉત્તમભાઈ રમેશભાઈ કાવર (27) રહે. ગંગા દર્શન એપાર્ટમેન્ટ બ્લોક નં. 102 શક્તિ ટાઉનશીપ રવાપર મોરબી, હાર્દિકભાઈ પ્રવીણભાઈ રંગપડિયા (32) રહે. બોની પાર્ક ઓમ એપાર્ટમેન્ટ બ્લોક નં. 502 મોરબી, હાર્દિકભાઈ બાબુભાઈ રૂપાલા (32) રહે. નાની વાવડી ઓમ પાર્ક મોરબી અને ભાવિકભાઈ ગણેશભાઈ ગોધવીયા (30) રહે. ઉમિયા સર્કલ તપોવન રેસીડેન્સી બ્લોક નં. 303 મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 7500 રૂપિયાની રોકડ તથા 3 લાખની કિંમતના 5 મોબાઇલ ફોન મળીને 3,07,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ક્રિકેટ સટ્ટો રમવા માટે વિશાલ દેવદાનભાઈ ડાંગર રહે. રવાપર મોરબી વાળા પાસેથી આઈડી મેળવ્યું હોવાનું સામે આવતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 5 શખ્સોની સામે ગુનો નોંધાયો છે અને વિશાલ ડાંગરને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.




Latest News