મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોને દેશી ગાય વસાવીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ કર્યું આહ્વાન


SHARE







મોરબી જિલ્લાના ખેડૂતોને દેશી ગાય વસાવીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ કર્યું આહ્વાન

મોરબી જિલ્લા પંચાયત કચેરીના કંપાઉન્ડ ખાતે જિલ્લા પંચાયતના અધ્યક્ષ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂતોને કિસાન પરિવહન યોજનાટ્રેકટર સહાય યોજનાપાક સંરક્ષક યોજનાછત્રી સહાયગાય આધારિત ખેતી સહાયના હુકમોકિસાન ક્રેડિટ કાર્ડસ્માર્ટ ફોન યોજનાની મંજૂરીઓના હુકમો આમ કુલ મળીને ૧૨.૬૦ લાખ રૂપિયાની સહાય ૩૫ ખેડૂતોને અગ્રણીઓના હસ્તે એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ જણાવ્યું હતું કેરાજ્ય સરકાર ખેડૂતોની આવક બે ગણી કરવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે જેના પરિણામે આજે ગુજરાતનો ખેડૂત સુખી સંપન્ન થયો છે અને ખેડૂતોનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે. ચંદુભાઇએ ખેડૂતોને દેશી ગાય વસાવીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને માનવજાતમાંથી અસાધ્ય રોગોને દૂર કરવા ખેડૂતોને પોતાનું યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરી ખેડૂતોને ગાય આધારિત ઝીરો બજેટ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરી એક્સપોર્ટ ક્વોલીટીના પાકના ઉત્પાદન અંગે માહિતગાર કર્યા હતા. તો પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંત અને ખેડૂત અગ્રણી દાજીભાઇ ગોહિલે સજીવપ્રાકૃતિક અને ગાય આધારિત ખેતીના ફાયદાઓ વર્ણવી ખેડૂતોને ઝીરો બજેટ ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આત્મા દ્વારા શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ પણ ઉપસ્થિત અગ્રણીઓ અને મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. ખેડૂતો માટે સજીવ ખેતી સહિતના વિષયો પર પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાપ્રવિણભાઇ સોનગરાહંસાબેન પારધીજિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાજયંતભાઇ પડસુંબીયાચંદ્રીકાબેન કડીવારપ્રવીણભાઈ સોનગ્રામોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપરાંત જિલ્લા કલેક્ટર જે.બી. પટેલજિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવનાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશીતા મેરજિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણનાયબ ખેતી નિયામક વિસ્તરણ સીણોજીયામદદનીશ ખેતી નિયામક રામોલીયાકાર્યપાલક ઇજનેર ચોધરી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News