મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની ખાનગી શાળાના વિદ્યાર્થી સહિત બે ને કોરોના પોઝિટિવ : લોકલ લેવલે સંક્રમણ વધતાં દોડધામ


SHARE







મોરબીની ખાનગી શાળાના વિદ્યાર્થી સહિત બે ને કોરોના પોઝિટિવ : લોકલ લેવલે સંક્રમણ વધતાં દોડધામ

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કોઈ પોઝિટિવ કેસ ન હતા જો કે, આજે મોરબી જીલ્લામાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં સૌથી મોટી ચિંતાની વાતએ છે કે, મોરબીની ખાનગી શાળામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીનો સમાવેશ થયા છે અને જે બે લોકોને કોરોના પોઝિટિવ આવેલ છે તેમાથી એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલ નથી તો પણ તેઓને કોરોના પોઝિટિવ આવેલ છે જેથી હવે લોકોલ લેવલે કોરોનાનું સંક્રમણ થવા લાગ્યું છે

મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર વખતે દર્દીઓ તેમજ તેના પરિવારજનોએ ઘણી હળકીનો સામનો કર્યો હતો આટલું જ નહિ પરંતુ ઘણા લોકોએ તેના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યાર બાદ થોડા સમયથી મોરબી જીલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ હતા નહીં જેથી આ જિલ્લો કોરોના મુક્ત જિલ્લો હતો જો કે, આજ રોજ મોરબી શહેરના કોરોનાના બે કેસ સામે આવ્યા છે. જેમાં ૧૬ વર્ષના બાળક અને ૪૧ વર્ષના આધેડનો સમાવેશ થાય છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કોરોનાગ્રસ્ત થયેલ બાળકે કોરોના વેક્સિન લીધેલ નથી અને આધેડે કોરોના વેકસીનના બન્ને ડોઝ લીધા છે. અને આ બંને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે કોઈ અન્ય પોઝિટિવ કેસ હોય તેવા દર્દીઓના સંપર્કમાં હોવાની હિસ્ટ્રી મળેલ નથી

જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ૧૬ વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવેલ છે તે મોરબી શહેરમાં આવેલ ખાનગી શાળામાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે જેથી કરીને આરોગ્ય વિભાગની ટિમ સહિત જે તે શાળાના વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓની ચિંતામાં વધારો થાય ગયેલ છે આટલુ જ નહિ જે બે કોરોનાના કેસ હાલમાં સામે આવેલ છે તેમાં એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્ક આવેલ નથી તો પણ તેઓને કોરોના આવેલ છે જેથી કરીને હવે કોરોનાનું લોકલ લેવલે સંક્રમણ વધી રહયું છે અને જો આવું થશે તો કોરોના લોકોની ચિંતા વધારશે એટલુ જ નહિ પરંતુ ઊંઘ હરામ કરી નાખશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News