મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત


SHARE







મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત

મોરબીમાં દુકાનમાંથી ગાંજાનો જથ્થો મળી આવેલ હતો જે ગુનામાં પકડાયેલ આરોપીએ જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે.

કેસમાં ફરીયાદની ટુંક હકીકત એવી છે કે આરોપી ઉદયભાઇ રામખેલાવન વર્મા વાળાએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ગાંજાનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે આરોપી આરીફ ઉર્ફે ભુરો ફકીર પાસેથી મેળવી પોતાના કબ્જા ભોગવટાની દુકાનમાં વેચાણ કરવા માટે રાખ્યો હતો અને રેઈડ દરમ્યાન ઉદયભાઇ રામખેલાવન વર્મા પકડાઈ ગયેલ અને બીજો આરોપી મળી આવેલ હતો નહીં. અને ત્યાર બાદ એસઓજીની ટીમે ફરાર આરોપી અજય રાયસીંહ પરમારને પકડીને તાલુકા પોલીસ હવાલે કર્યો હતો અને આ આરોપી વકીલ મયુરસીહ જાડેજા અને જે.ડી.સોલંકી મારફતે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં બન્ને પક્ષની તમામ દલીલના અંતે ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપી તરફેની દલીલો માન્ય રાખી આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા વકીલ જયેશ પટેલ, મયુર ઉભડીયા, દીપક મકવાણા, પીન્ટુ પરમાર, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, વીરેન્દુસીંહ રાઠોડ, આરતી અમૃતીયા, જીતેન્દ્ર વાઢેળ, વીરલ છનીયારા, જયકાંત મકવાણા, સાથે ભાવીન ભંખોડીયા, રાહુલ ચાવડા રોકાયેલ હતા.




Latest News