મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી

હળવદના જુના વેગડવાવ ગામે રહેતા યુવાને અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી જે બાબતનો ખાર રાખીને પિતા-પુત્ર દ્વારા યુવાન પાસે પાઇપ અને સણાથો લઈ આવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા મેરૂભાઈ કેશાભાઈ જખવાડિયા (32)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામજીભાઈ ચતુરભાઈ સુરેલા અને વિષ્ણુભાઈ રામજીભાઈ સુરેલા રહે. બંને જુના વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, અગાઉ તેઓએ આરોપી સામે ફરિયાદ કરેલ હતી જે બાબતનું મન દુઃખ રાખીને જુના વેગડવાવ ગામે ચરમરીયા મંદિરના ગ્રાઉન્ડમાં ફરિયાદી તથા સાહેદો બેઠા હતા ત્યારે ત્યાં રામજીભાઈ તેના હાથમાં પાઇપ લઈને તથા વિષ્ણુભાઈ તેના હાથમાં સણાથો લઈને આવ્યા હતા અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માળીયા હાઇવે ભરતનગર ગામ નજીક આવેલ કૃષ્ણકુંજ હોટલ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લીધુ હતુ.આ બનાવમાં હેમારામ મુલારામ જાટ (૨૮) રહે.શનિદેવ મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે નોંધ કરી આગળની તપાસ કરી હતી.

કેરાળી ગામે મારામારીમાં ઈજા
મોરબીના કેરાળી ગામે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ગોવિંદભાઈ ગગુભાઈ બાલાસરા (૬૫) રહે.રાજકોટ અને મેહુલ ગોવિંદભાઈ બાલાસરા (૨૬) રહે.રાજકોટને ઇજા થતા બંનેને અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સામેના પક્ષેથી ખીમજીભાઈ ગગુભાઈ બાલાસરા (૬૧) રહે.કેરાળીને પણ મારામારીના બનાવમાં ઈજા થયેલી હોય તેમને પણ અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ થતા સ્ટાફના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

આધેડ સારવારમાં
મોરબીના શનાળા ગામ પાસે આવેલ સીએનજીના પંપ પાસે રહેતા ભીમસિંહ મકનસિહ ઝાલા નામના ૬૫ વર્ષના આધેડ સીએનજી પમ્પની સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટ લેતા ઈજા પામ્યા હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી માધાપર શેરી નંબર-૨૨ માં રહેતા રાજેશભાઈ સવજીભાઈ પીપડીયા નામના ૨૬ વર્ષના યુવાનને પણ મારામારીના બનાવમાં ઇજા થતા અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

યુવાન સારવારમાં
મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી સોનુભાઈ રાજપાલ નામનો ૨૮ વર્ષનો યુવાન ટ્રક લઈને મોરબી નજીકના શનાળા પાસેથી જતો હતો.ત્યારે તેનો ટ્રક અન્ય ટ્રક સાથે અથડાયો હોય આ અકસ્માત બનાવમાં ઈજા પામેલા સોનુભાઈને અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મીંયાણાના કાજરડા ગામે રહેતા મહેબુબભાઇ મુસાભાઇ કાજડીયા નામના ૪૦ વર્ષના યુવાનને કાજેરડા ખાતે મારામારીના બનાવમાં ઈજા થઈ હોય તેમને પણ અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે નોંધ કરીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News