મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ


SHARE







મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી પાસે રોડ ક્રોસ કરી રહેલ મહિલાને રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને બંને હાથના કાંડા પાસે ફેક્ચર, માથામાં માઇનો હેમરાજ તથા શરીરે ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા નિમુબેન શામળભાઈ મારુ (47)સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 7287 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, હરિઓમ પાર્ક સોસાયટીના ગેટ પાસેથી તેઓ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન રીક્ષા ચાલકે તેઓને હડફેટ લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદી મહિલાને બંને હાથના કાંડા પાસે ફેક્ચર તથા માથામાં માઇનોર હેમરેજ જેવી ઇજાઓ તેમજ શરીરે ઇજાઓ થઈ છે જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News