મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ


SHARE







વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ

વાંકાનેરના સમથેરવા ગામ પાસેથી યુવાનની હત્યા કરેલી લાશ મળી હતી જે યુવાનના શરીર ઉપર જુદાજુદા ટેટૂ પણ બનાવેલ છે આ મૃતક યુવનના વાલી-વારસની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે અને પોલીસે લોકોને માહિતી આપવા માટે અપીલ કરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. ૦૮/૦૪/૨૦૨૬ ના રોજ ૧૧:૧૫ વાગ્યા સમથેરવા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી આશરે ૪૦ થી ૫૦ વર્ષની વયના યુવાનની લાશ મળી આવી હતી જેમાં મૃતક યુવાનને ગંભીર માર માર્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનું ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે તેમજ મૃતકની ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને મૃતક યુવાનના શરીર પર અનેક ટેટૂ (નિશાનીઓ) ત્રોફાવેલ છે, જેમાં ડાબી બાજુ ખભાના આગળના ભાગે અંગ્રેજીમાં “MOM” લખેલું છે, ડાબા હાથની કલાઈમાં ટેટૂથી પટ્ટો ત્રોફાવેલ છે, જમણા હાથના બાવળામાં પાછળના ભાગે અંગ્રેજીમાં “Alon but Royl panit” લખેલું છે અને જમણી બાજુ ગળા ઉપર તેમજ ડાબી બાજુ કમરના ભાગે દિલ તથા કાર્ડિયોગ્રામનું ટેટૂ ત્રોફાવેલ છે. આ મૃતકની ઓળખ થઈ શકી નથી કે તેમના વાલી-વારસની કોઈ માહિતી મળી નથી. આથી, મૃતક વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૬૩૫૯૬ ૩૬૦૮૬ અથવા ૯૮૭૯૦ ૭૬૧૩૦ પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પીઆઇ બી.વી. પટેલ દ્વારા જણાવાયું છે.




Latest News