મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત


SHARE







ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત

ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામ પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તેમાં સાત જેટલા મહિલાઓ બેઠેલા હતા અને રીક્ષા ચાલકે બેફિકરાયથી પોતાની રીક્ષા ચલાવીને આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રૉલીમાં પાછળથી રિક્ષા અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક સહિત કુલ આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી આ અકસ્માતના બનાવમાં એક મહિલ અને એક યુવતીને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેનું મોત નીપજયું છે અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના વીશીપરા વિસ્તારમાં સરકારી વાડી પાસે રહેતા ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી (35)એ હાલમાં ગફુરભાઈ સિકંદરભાઈ જામ રહે. મોરબી વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા લતીપર રોડ ઉપર આવેલ હીરાપર ગામ પાસેથી આરોપીએ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 1296 પૂર ઝડપે ચલાવી હતી અને આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગમાં રિક્ષાને અથડાવી હતી જેથી કરીને ફરિયાદીને તથા રીક્ષા ચાલકને પોતાને તેમજ રેમાબેન, જીન્નતબેન, ફીજાબેન, હસીનાબેન, સલમાબેન અને નજમાબેનને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જે પૈકી રેશ્માબેન ગફુરભાઈ જામ (૧૮) રહે કુલીનગર મોરબી અને જીન્નતબેન મહમદહુશૈન સંઘવાણી (૩૯) રહે. મિયાણાવાસ બેડેશ્વર જામનગર ને વધુ ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બંનેના મોત નીપજ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News