મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા


SHARE







મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા

મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરવામાં આવે તેવી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતાએ રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરેલ છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગરીબ અને મધ્યમ લોકો જે ઘર વિહોણા છે તેમને ઘર આપે છે તો આવા લોકો પચ્ચીસ ત્રીસ વર્ષથી ઝુંપડપટીમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે.તેઓ હાલ જયાં રહે છે.તે ઝુંપડપટીને રેગ્યુલાઈઝ કરી આપવામાં આવે તો આવાશ યોજનામાં ઘણો ફાયદો પણ થશે.

મોરબીમાં હાલ મચ્છુ નદીના કિનારે, વેજીટેબલ તથા ભીમસર, સાવજની પાર (પંચાસર રોડ), લીલાપર રોડ તથા અન્ય જગ્યાએ પણ ઘણા લોકો ઘણા વર્ષોથી વસી રહયા છે.તે જગ્યા પણ એવી છે કે સરકારશ્રીને કાંઈ ઉપયોગી નથી તેવા વિસ્તારમાં રહેતા ગરીબ પરીવારને મકાન રેગ્યુલાઈઝ કરી સનદ આપવી જોઈએ. ગરીબીએ ગુજરાતનો મોટો પ્રશ્ન છે જાણવા મુજબ વર્ષો પહેલા સુરતમાં ઝુંપડપટીને રેગ્યુલાઈઝ કરેલ છે.તો મોરબી જિલ્લામાં વસતા આવા ગરીબ કુટુંબને જયા રહે છે.ત્યાં કાચા પાકા મકાનો આપી દેવા તે ગૌરવ જેવી વાત બનશે.આવા ગરીબ લોકોને મકાનની સનદ આપવામાં આવે તો આવાસના મકાનો પણ ઓછા બનાવવા પડશે.અને મોરબીમાં જે તે વિસ્તારમાં વસતા ગરીબ પરીવારનો પ્રશ્ન પણ હલ થઈ જશે.હાલ આવા પરીવાર માનસીક રીતે પીડાઈ છે અને મનમાં ચિંતા પણ કરે છે કે સરકાર કયારે અમોને ઘરવિહોણા બનાવી દેશે.પછાત પરીવારના બાળકો આવી પરીસ્થિતમાં પણ અભ્યાસ કરી રહ્યા છે.તો જે ગરીબ લોકો વર્ષોથી જે જગ્યા પર રહે છે તેને તે જગ્યા આપવામાં આવે તો તેને શાંતિ થાય અને પોતાનું જીવન વિતાવી શકે.આવા ગરીબ અને મધ્યમ પરીવારના જે કાચા પાકા મકાનો છે તેને રેગ્યુલાઈઝ કરી આપવા લાલજી મહેતાએ રજુઆત કરેલ છે.મોરબી જિલ્લામાં આવા મકાનોનું તથા ઝુપડાઓનો સર્વે કરીને યોગ્ય કરવા લોકહિતમાં વિનંતી સાથે રજુઆત કરવામાં આવેલ છે.




Latest News