મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન


SHARE







મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન

મોરબીના બેલાભરતનગર રોડ ઉપર આવેલ શ્રી ખોખરા હનુમાનજી મંદિરે નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને 7 દિવાસીય શિબિરનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આયોજકોએ આહવાન કર્યું છે.

મોરબી નજીક આવેલ ખોખરા હનુમાનજી મંદિરે ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી દ્વારા સંચાલિત કેશવ કાયાકલ્પ કેન્દ્ર દ્વારા 7 દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માર્ગદર્શન તરીકે ડૉ. રાજેશભાઈ પટેલ દ્વારા તા 9 થી 15 સુધી સેવા આપવામાં આવશે અને આ શિબિરની વિશેષતાની વાત કરીએ તો 7 દિવસની નેચરોપેથી શિબિરમાં નવી ભોજન પ્રથાનું માર્ગદર્શન આપશે, આ શિબિર સંપૂર્ણ નિઃશુલ્ક છે, પ્રાકૃતિક ઉપચાર, આહાર અને જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને સવારે 6 થી 8 સુધી શિબિરમાં યોગ પ્રાણાયામ,
9 થી 12 તજજ્ઞનું પ્રવચન, 12:15 ગ્રીન જ્યુસ, 12:30 થી 1:30 પ્રવચન, 1:30 થી ફળાહાર અને આરામ, 3:00 પ્રવચન, 5:00 રસાહાર, 5:15 થી પ્રવચન અને પ્રશ્નોતરી, 7:00 ફળાહાર, 7:30 થી રાસ ગરબા અને 9:30 શયન નું આયોજન કર્યું છે અને આ શિબિરથી દવાઓ વગર સ્વાભાવિક રીતે લોકોનું આરોગ્ય સુધારશે, વજન ઘટાડવા અને ડિટોક્સ કરવા માંગતા લોકોને ફાયદો થશે.




Latest News