મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું


SHARE







મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું

મોરબીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વગેરે હોદા ઉપર ફરજ બજાવેલ ચૂકેલા અને પોતાની ફરજ પ્રત્યે પ્રતિબદ્ધ અને કટીબદ્ધ કર્મઠ એવા અશોકભાઈ વડાલીયા (કેળવણી નિરીક્ષક) વય મર્યાદાના કારણે નિવૃત થતાં શિક્ષકોના તમામ સંગઠનના કાર્યકર્તાઓ પે-સેન્ટર શાળાના તમામ આચાર્યો,તમામ તાલુકાના વર્તમાન તથા પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ મોરબી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કર્મવિરોની ઉપસ્થિતમાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ નિવૃત્તિ બદલ સાકર પડો, નાળિયેર,સાલ,મોમેન્ટો,પુસ્તક અર્પણ કરી અશોકભાઈનું સન્માન કર્યું હતું, ખાસ કરીને નિલેશભાઈ કૈલા (કે.ની.શિક્ષણ), મુકેશભાઈ મારવણીયા (જિલ્લા મહામંત્રી મુખ્ય શિક્ષક સંઘ), દિનેશભાઈ વડસોલા (જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ), દિનેશભાઈ ગરચર, સી.સી.કાવર, ડો.જે.જી.વોરા પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વગેરેએ અશોકભાઈ વડાલીયાની સેવાને બિરદાવી હતી, અંતમાં અશોકભાઈ વડાલિયાએ પોતાની શૈક્ષણિક તેમજ વહીવટ સફરમાં થયેલા અવનવા અનુભવો વર્ણવ્યા હતા અને સાથે કામ કરનાર તમામ કર્મયોગીઓ,ઉપરી અધિકારીઓ તેમજ પોતાના પરિવારજનોનો આભાર પ્રકટ કર્યો હતો, આ પ્રસંગે  વિનોદભાઈ ગોધાણી (પ્રમુખ મુખ્ય શિક્ષક સંઘ), દિનેશભાઈ હુંબલ (પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ તાલુકા શાળાના આચાર્યોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News