મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ


SHARE











વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તળાવો / ચેકડેમો ભરવા માટે “ સૌની યોજના “ (3KM વિસ્તાર) લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું હતુ. જેમાં વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામનું રાતડુ તળાવ, ચાંચડીયા ગામનું રામદેવપીર તળાવ, શેખરડી ગામનું લાવરીયુ તળાવ, શેખરડી ગામનું મોટું તળાવ, રાતડીયા ગામનું મોટું તળાવ, કાનપર ગામનું મચ્છોરા ડ્રેઇન, મહિકા ગામનો ચેકડેમ, સરોડી ગામનું તળાવ વગેરે ભરવા માટે ડાયા D.I./ HDPE પાઈપલાઈન કનેક્શન દ્વારા પાઈપલાઈન/ સ્કોર વાલ્વ અને તમામ સંલગ્ન કાર્યોનું ખાતમુહૂર્ત આજ રોજ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું જેમાં આજુબાજુ ગામના સરપંચો, આગેવાનો તેમજ ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિજ્ઞાસાબેન મેરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે “સૌની યોજના” (3KM વિસ્તાર)ને સાકળતા તળાવો/ ચેકડેમોના કામનું ખાતમુહૂર્ત કરતા સહિત ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના હેઠળ મેસરીયા મહાલના મેસરીયા, ઠીકરીયાળા, ભલગામ, જાલિડા, સમઢીયાળા, રાતડીયા, મહિકા ગામોને સિંચાઈ માટે તળાવો ભરવાના કામને મંજુરી મળી ગઈ છે.સાથો સાથ આ યોજનામાં હજુ બાકી રહેતા વિવિધ ગામોના તળાવો જોડવાનું કામ કાર્યરત છે. મા નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતાં વિસ્તારના માતાઓ-બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે. વર્ષો સુધી પાણીની ભયંકર અછત જોઈ ચૂકેલા વાંકાનેરના મેસરીયા મહાલના લોકો તો પાણીની કિંમત સારી રીતે સમજે છે જણાવતા જળ સંચયને જીવનનું અભિન્ન અંગ બનાવવા જિજ્ઞાસાબેને આગ્રહ કર્યો હતો.






Latest News