મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા જાંબુડીયા ગામે પતિએ કુહાડીના ઘા ઝીકિને કરી પત્નીની હત્યા


SHARE







મોરબીના નવા જાંબુડીયા ગામે પતિએ કુહાડીના ઘા ઝીકિને કરી પત્નીની હત્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે પતિએ પત્નીને કુહાડીના ગાળા, માથા અને હાથ ઉપર ઘા ઝીંક્યા હતા જેથી કરીને ઈજા પામેલ આધેડ મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું અને મૃતક મહિલાના મૃતદેહને હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હત્યાના બનાવની ફરિયાદ લેવા માટે કામગીરી શરૂ કરે છે અને પત્નીની હત્યા કરનાર આરોપી પતિ પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળ્યું છે

મોરબી જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત્ હોય તેવો ઘાટ હાલમાં મોરબી જિલ્લાની અંદર જોવા મળ્યો છે અને જિલ્લાના પાંચ તાલુકામાં કોઈને કોઈ જગ્યા ઉપર હત્યા, લૂંટ, ચોરી જેવા બનાવો બનતા હોય છે જેથી કરીને હાલમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઉઠી રહ્યા છે શનિવારે હળવદ તાલુકાના ચરાડવા ગામે મજૂરી કામ કરતાં યુવાનની હત્યા કરીને તેની લાશ સળગાવી નાખવાના બનાવની શાહી હજી સુકાઈ નથી ત્યાં મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે પતિએ તેની પત્નીને કુહાડીના ઘા ઝીંકીને મહિલાની હત્યા કરી નાખી છે જેથી કરીને એક મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેછે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા હંસરાજભાઈ મોહનભાઈ વીંજવાડીયાએ તેના પત્ની મંજુબેન હંસરાજભાઈ વીંજવાડીયા જાતે કોળી (ઉંમર ૫૦) ને બપોરના બારેક વાગ્યાના અરસામાં પત્ની સાથે બોલાચાલી થયેલ હતી ત્યારે ગળા, માથા અને હાથના ભાગે કુહાડીના ઘા ઝીંક્યા હતા જેથી કરીને મંજુબેનને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓને સારવાર મળે તે પહેલાં જ તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતુ અને મંજુબેનની હત્યા કરેલી લાશને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ મંજુબેન હત્યા કરનાર તેના પતિ હંસરાજભાઈ મોહનભાઈને પકડીને પોલીસે હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે હંસરાજભાઈ અને મંજુબેન વચ્ચે અણબનાવ હોવાથી તેઓ પોતાના ઘર પાસે અલગ-અલગ ઘરમાં જુદા રહેતા હતા અને મંજુબેન તેના ચાર દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા જોકે, તેઓ તેના પતિના ઘરે કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે તેના પતિ સાથે કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી જેથી કરીને મંજુબેનને તેના પતિ હંસરાજભાઈએ કુહાડીના ઘા મારીને હત્યા કરેલ છે






Latest News