મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામ નજીક દુકાને મુકેલા સીસીટીવી કેમેરાનો વેપારીએ વ્યૂ ન બદલતા સીસીટીવી કેમેરા જ તોડી નાખ્યા !


SHARE







મોરબીના સાપર ગામ નજીક દુકાને મુકેલા સીસીટીવી કેમેરાનો વેપારીએ વ્યૂ ન બદલતા સીસીટીવી કેમેરા જ તોડી નાખ્યા !

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીએ પોતાની દુકાનની બહારના ભાગમાં સીસીટીવી કેમેરા મુકેલ હતા અને તેનું વ્યુ બદલવા માટે થઈને વેપારીને ધમકી આપવામાં આવી હતી જોકે વેપારીએ કેમેરાનો વ્યૂ ન બદલતા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરીને દસ હજાર રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે જેથી વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના જેતપર ગામે ગૌશાળાની સામેના ભાગમાં રહેતા કિશોરભાઈ અમૃતભાઈ રાઠોડ (35)એ હાલમાં તૈયબભાઈ મિયાણા ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે શાપર ગામની સીમમાં પાવળીયાળી કેનાલ પાસે શ્રીરામ પ્લાઝા-1 શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 37 અને 38 ફરિયાદીની દુકાન છે અને ત્યાં દુકાનની બહારના ભાગમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલ છે આ સીસીટીવી કેમેરાનો વ્યુ બદલવા માટે થઈને આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી અને ફરિયાદીએ તેના સીસીટીવી કેમેરાનો વ્યૂ ન બદલાવતા આરોપીએ સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી અને 10,000 રૂપિયાનું નુકસાન કર્યું છે જેથી કરીને હાલમાં વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News