મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ કાચા કામનો કેદી શેમ્પૂ પી જતાં રાજકોટ સારવારમાં


SHARE







મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ કાચા કામનો કેદી શેમ્પૂ પી જતાં રાજકોટ સારવારમાં

મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ લૂંટના ગુનાનો કાચા કામનો કેદી કોઈ કારણોસર શેમ્પૂ પી ગયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે

મોરબીની સબજેલમાં રાખવામાં આવેલ કાચા કામનો કેદી દિલિપ મનસુખભાઈ પરમાર (20) કોઈ કારણોસર જેલની અંદર શેમ્પૂ પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે આ કાચા કામનો કેદી ટંકારા તાલુકાનાં લૂંટના ગુનામાં સંડોવાયેલ હતો જેથી તેનું નામ ખુલ્યું હતું અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તેની સામે ગુના નોંધાયેલ હોય અગાઉ તે સુરેન્દ્રનગર સબજેલમાં હતો ત્યાંથી તેનો ટંકારાની લૂંટના ગુનાના કામે જે તે સમયે ટંકારા પોલીસે કબજો લીધો હતો ત્યાર બાદ આરોપીને સુરેન્દ્રનગરની જેલ હવાલે કરવામાં આવેલ હતો. જો કે, સુરેન્દ્રનગરની સબજેલમાંથી તેને મુક્ત કરવામાં આવેલ હતો પરંતુ ટંકારાના ગુનામાં આરોપી હોવાથી ગત તા. 12/3 ના રોજ બપોરે સુરેન્દ્રનગર સબ જેલથી મોરબીની સબ જેલમાં મૂકી ગયો હતો અને ત્યારબાદ આ આરોપીને જેલની અંદર હાઈ સિક્યુરિટી ઝોનમાં રાખવામાં આવ્યો હતો દરમિયાન તેણે શેમ્પૂ પી લેતા તેને સારવારમાં લઈ ગયા હતા અને મોરબીની સિવિલમાં પ્રિજનલ વોર્ડ ન હોવાથી તેને સારવાર માટે રાજકોટ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ છે.






Latest News