મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના જૂના બેલા ગામે જુગાર રમતા પાંચ પૈકી બે પકડાયા ત્રણ છનનન


SHARE











મોરબીના જૂના બેલા ગામે જુગાર રમતા પાંચ પૈકી બે પકડાયા ત્રણ છનનન

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે તાલુકા પોલીસે તાલુકાના જુના બેલા (આમરણ) ગામે રેડ કરી હતી ત્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં પાંચ ઇસમો જુગાર રમી રહ્યા હતા જોકે પોલીસના આવવાની જાણ થઇ જતાં પાંચ પૈકીના ત્રણ ઈસમો સ્થળ ઉપરથી ભાગી છૂટયા હતા જ્યારે બે ઈસમો ઝડપાઈ જતા રોકડા રૂપિયા ૧૫,૧૪૦ સાથે બેની ધરપકડ કરીને ભાગી ગયેલા ત્રણેય પતાપ્રેમીઓને શોધવા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસ સ્ટાફે બેલા(આમરણ) ગામે રેડ કરી હતી.ત્યારે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા પાંચ પૈકીના અયુબ હાજી કટિયા મિંયાણા (૪૫) રહે.બેલા (આમરણ), રાજુ હરગોવિંદ પોપટ લોહાણા (૫૧) રહે.આમરણ (બેલા) સ્થળ ઉપરથી પકડાઈ ગયા હતા અને તેઓની પાસેથી રોકડા રૂપિયા ૧૫,૧૪૦ જપ્ત કરવામાં આવ્યા હતા.જ્યારે પોલીસની જાણ થઇ જતાં સ્થળ ઉપરથી વાલા અરજણ રહે.આમરણ, થોભણ કલ્યાણજી પેથાપરા જાતે પટેલ રહે.બેલા (આમરણ) અને જેનુભાઇ રહે.આમરણ (બેલા) એમ ત્રણ ઈસમો સ્થળ ઉપરથી ભાગી છુટયા હોય પાંચેય સામે જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને તાલુકા પોલીસે ભાગી છૂટેલા ત્રણેય શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના નવલખી રોડ ઉપર રહેતો અવધેશ રાકેશભાઇ સહાની નામનો ૩૦ વર્ષીય યુવાન મોરબીના રાજપર રોડ ઉપરથી સાયકલમાં જતો હતો તે દરમિયાનમાં તેની સાઇકલને બોલેરોના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત અવધેશભાઇ સહીનીને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતો અભેસિંગ ગુમાનસિંહ રાઠોડ નામનો ૩૦ વર્ષીય યુવાન વાડી વિસ્તારમાં હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.






Latest News