મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે માથક ચોકડી પાસે જૂના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા બંને પક્ષના લોકો વચ્ચે છરી, કુહાડી, ધોકા અને પાઇપથી મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE







હળવદના કડીયાણા ગામે માથક ચોકડી પાસે જૂના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા બંને પક્ષના લોકો વચ્ચે છરી, કુહાડી, ધોકા અને પાઇપથી મારામારી: હવે સામસામી ફરિયાદ

હળવદના કડીયાણા ગામે રહેતા યુવાનને અગાઉ ઝઘડો થયો હતો તેનું સમાધાન કરવા માટે થઈને બંને પક્ષના લોકો કડીયાણાની માથક ચોકડી પાસે ભેગા થયા હતા ત્યારે બોલાચાલી અને મારામારી થયેલ હતી જેમાં એક પક્ષેથી છરી, તલવાર અને કુહાડી વડે હુમલો કરવામાં આવેલ હતી જયારે બીજા પક્ષેથી લોખંડના પાઇપ અને ધોકા વડે મારા મારી કરવામાં આવી હતી જે બનાવમાં બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ છે.

હળવદના કડીયાણા ગામે દેવીપુજક વાસમાં રહેતા જશીબેન કાળુભાઈ વાઘેલા (47)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાદેવભાઇ કાળુભાઈ કોળી, સામતભાઈ મહાદેવભાઇ કોળી અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેદોને આરોપીઓ સાથે અગાઉ થયેલ ઝઘડો થયો હતો તેનું સમાધાન કરવા માટે થઈને કડીયાણાની માથક ચોકડી પાસે બોલાવેલ હતા અને આરોપીઓ ત્યાં ફોરવીલ ગાડી લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા તલવારછરી અને કુહાડી જેવા હથિયાર લઈને ફરિયાદીને પેટના ભાગે તથા ડાબા હાથમાં છરી મારીને ગંભીર ઇજા કરી હતી તથા ફરીયાદીના દીકરા સાહે નવઘણભાઈને છાતી તથા પેટના ભાગે છરી, કુહાડી અને તલવાર વડે મારમારીને ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

જ્યારે સામાપક્ષેથી હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા મહાદેવભાઇ કાળુભાઈ દેત્રોજા (40)એ નવઘણભાઈ કાળુભાઈ દેવીપુજક અને વિક્રમભાઈ રહે. બંને કડીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા નવઘણભાઈને અગાઉ બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખા રાખીને નવઘણભાઈસાહેસામતને ફોનમાં ગાળો આપી હતી જેથી ફરિયાદીએ આરોપીને વાતચીત કરવા માટે કડિયાણાની માથક ચોકડી પાસે બોલાવ્યા હતા ત્યાં વાતચીત કરતા હતા દરમિયાન આરોપીએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદીને નવઘણભાઈએ લોખંડના પાઇપથી જમણા હાથમાં ઇજા કરી હતી તેમજ આરોપી વિક્રમભાઈએ ફરિયાદી તથા સાહેને લાકડાના ધોકા વડે આડેધડ મારમાર્યો હતો. જેથી ફરિયાદીને માથામાં અને જમણા હાથમાં ઇજાઓ થયેલ છે તેમજ સાહે સામંતભાઈને કાન પાસે માર મારીને જા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 




Latest News