મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

અહીંયા કેમ ઉભો છો કહીને મોરબીના બેલા ગામ નજીક યુવાનને માર મારીને કર્યું અપહરણ: 37 હજારના મુદામાલની લૂંટ


SHARE































અહીંયા કેમ ઉભો છો કહીને મોરબીના બેલા ગામ નજીક યુવાનને માર મારીને કર્યું અપહરણ: 37 હજારના મુદામાલની લૂંટ

મોરબીના બેલાથી રંગપર ગામ તરફ જવાના રસ્તા ઉપર રેન્જ સીરામીક નજીકથી ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે એકટીવા અને રિક્ષામાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા “અહીંયા કેમ ઉભો છો” તેવું કહીને તે યુવાન સાથે બોલાચાલી-ઝઘડો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાનને રિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કર્યું હતું અને કારખાનાની પાછળ લઈ જઈને યુવાનને ધોકા અને કમરે બાંધવાના પટ્ટા વડે મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલુ જ નહીં તેની પાસેથી રોકડા આસરે 35 હજાર રૂપિયા, એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 37,000 ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અને ડ્રાઇવર તરીકે કામ કરતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ શેરસીયા (35) એ હાલમાં એક્ટિવા ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો તથા સીએનજી રીક્ષામાં આવેલા અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં રેન્જ સીરામીક પાસેથી ફરિયાદી કામ સબબ રંગપર ગામે જઈ રહ્યો હતો ત્યારે સ્તામાં મજુર માટે દેશી દારૂ લેવા તે રોકાયો હતા અને ત્યારે એકટીવા અને સીએનજી રીક્ષામાં અજાણ્યા 4 શખ્સો તેની પાસે આવ્યા હતા અને “અહીંયા કેમ ઉભો છો” તેવું કહીને ફરિયાદી સાથે ઝઘડો કરીને મારામારી કરવામાં આવી હતી ત્યાર બાદ તેનું સીએનજી રીક્ષામાં અપહરણ કરીને રેન્જ સિરામિક કારખાનાની પાછળ લઈ ગયા હતા ત્યાં ફરિયાદીને લાકડાના ધોકા વડે તથા કમરે બાંધવાના પટ્ટા વડે શરીરે આડેધડ માર માર્યો હતો તથા ડાબી આંખ પાસે અને પીઠના ભાગે માર મારીને ઇજાઓ કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં પરંતુ ફરિયાદી પાસેથી રોકડા આસરે 35 હજાર રૂપિયા તેમજ સેમસંગ કંપનીનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 37,000 ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં લુટ, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News