મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર નજીક ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના હસનપર નજીક ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત

વાંકાનેરના હસનપર ગામની સીમમાં આવેલ કારખાના પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ટ્રેક્ટર ચાલાકે બાઈક સહિત યુવાને હડફેટે લેતા યુવાનને શરીર ગંભીર ઇજાઓ થઈ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં હસનપર શક્તિપરા શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા ચંપાબેન કાંતિલાલ બાબરીયા (45)એ ટ્રેક્ટર નંબર જીજે 3 ઇએ 4363 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હાસનપર ગામની સીમમાં આવેલ શ્રીજી કારખાના પાસેથી તેઓના પતિ કાંતિલાલ પ્રેમજીભાઈ બાબરીયા (47) બાઈક નંબર જીજે 3 બીએસ 9079 લઈને પસાર થઈ રહ્યા હતા અને ઘર બાજુ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ટ્રેક્ટર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના પતિને શરીરે ગંભીર જાઓ તે હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

300 લિટર આથો ઝડપાયો

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે મોતીનગર પાછળ તળાવની પાળ નજીક દેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 300 લીટર આથો મળી આવ્યો હતો જેથી 7500 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં રસિક ભીખાભાઈ કોળી રહે. જુના દેવડીયા તાલુકો હળવદ વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News